ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના તખ્તેશ્વર-નવાપરા વોર્ડનો સેવાસેતુ કાર્યક્રમ આજે શુક્રવારે શહેરનાં મોતીબાગ ટાઉન હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર મનભા મોરી, મ્યુની. કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર સહિતનાં સંબંધિત વિભાગનાં અધિકારીઓ, સ્ટે.ના ચેરમેન સહિતનાં પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ આજે સાંજે પ કલાક સુધી ચાલશે. આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલીયર પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ નોંધાવવાની અરજી, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જન્મ મરણના દાખલાઓની અરજી, ગુમાસ્તા ધારા-વ્યવસાયવેરાની અરજી, ઘરવેરાની માઈનોર સુધારા બાબતની અરજી, જનધન યોજના, ઘરેલુ નવા વિજ જોડાણ માટેની અરજી, આવાસ યોજના મંજુરી પત્ર, બસ કનેકશન પાસ, મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ, ટોયલેટ અરજી સહિતના કામની અરજી અરજદારોએ કરી હતી જેમાં મોટાભાગની અરજીઓનો નિકાલ કરાયો હતો. જેમાં આશરે ૧૩૧પ લાભાર્થીઓેએ લાભ લીધો હતો.