પાલીતાણા ટાઉન પોલીસનો સ્ટાફ ગત રાત્રીના પેટ્રોલીંગ હતો તે દરમિયાન પાલીતાણા ફાટકથી મોખડકા જવાના રસ્તે શંકાસ્પદ હાલતે નિકળેલા હરિયાણા પાસીંગના ટ્રકને અટકાવી તલાશી લેતા તેમાંથી મસમોટો ઈગ્લીંશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ઈગ્લીંશ દારૂ, ટ્રક મળી રૂપીયા ૨૮.૭૪ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે બન્ને શખ્સોને ઝડપી આ દારૂ ક્યાંથી લાવી અને કોને આપવાનો હતો તે સહિતની તપાસ હાથ ધરી હતી. બુટલેગરની પુુછપરછ દરમિયાન હરિયાણાથી લવાયેલો ઈગ્લીંશ દારૂનો જથ્થો જેસરમાં કદમગીરી ખાતે ગૌશાળામાં પહોચાડવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું. તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગુજરાતમાં દારૂ બેફામ વેચાતો હોય અને પિવાતો હોય તેવા નિવેદન બાદ રાજ્યભરમાં તા.૧૦ થી ૧૬ ઓકટોબર દરમિયાન પ્રોહીબીશન રેડ કરવાની અપાયેલી સુચનાના આધારે રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરની સુચના મુજબ પાલીતાણા ટાઉન પો.સ્ટે.ના ઈન્ચાર્જ સી.પી.આઈ. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા સ્ટાફના વલકુભાઈ બારડ, ધનજયસિંહ ગોહિલ, તથા ડિસ્ટાફના ભરતભાઈ ચૌહાણ, શૈલેષભાઈ રાઠોડ, માધુભા ઝાલા, યુવારાજસિંહ જાડેજા, જયદાનભાઈ ગઢવી, વિજયસિંહ ગોહિલ, અજીતભાઈ સહિતનો સ્ટાફ અલગ અલગ ટીમો પાડી પ્રોહીબીશન અને જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પાલીતાણા ફાટકથી મોખડકા ગામ જવાના રસ્તે એક શંકાસ્પદ હાલતે ટ્રક નિકળતા તેને અટકાવી તપાસ કરતા હરિયાણા પાસિંગના એચ.આર.૬૧ ડી ૧૩૫૧ નંબરના ટ્રકના ડ્રાઈવર અને તેની સાથે રહેલા શખ્સની પુછપરછ કરતા સંતોષ કારક જવાબ નહી દેતા ટ્રકને પાલીતાણા ટાઉન પો.સ્ટે.લઈ જતા ટ્રકની તલાશી લેતા તેમાં સુકા ઘાસની તંગીઓ ભરેલી હતી જેને નિચે ઉતારતા તેની અંદર સંતાડેલ પાર્ટી સ્પેશ્યલ નામની ઈગ્લીંશ દારૂની ૨૫૦ પેટી તથા મેકડોવેલ નં.૧ નામની ઈગ્લીંશ દારૂની ૩૫ પેટી મળી કુલ ૨૮૫ પેટી કિમત રૂપીયા ૧૩.૬૮ હજાર તેમજ ટ્રકની કિંમત રૂા.૧૫ લાખ મળી કુલ રૂપીયા ૨૮.૭૪નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલ ડ્રાઈવર પ્રવિણ જયસીંહ રાજપુત ઉ.વ.૩૮ રહે. રામપુર તા.ગુડગાવ જી.બનોલા હરિયાણા તથા દિપક રામસિંહ દલિત ઉ.વ.૨૬ રહે. ભિવાડી હરિયાણાવાળા હોવાનું જણાવેલ તેઓની પ્રાથમિક પુછપરછ કરતા ઈગ્લીંશ દારૂ હરિયાણાના તિગડાના ગામથી ભરી જેસરના કદમગીરી ગામે એક ગૌશાળામાં લઈ જવાનો હતો. આ દારૂ કોને મોકલ્યો અને કોને પહોચાડવાનો હતો તે સહિતની પોલીસે તપાસ હાથ ધરી છે. બંન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ પાલાતીણા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મસમોટો ઈગ્લીંશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.