ધાતરવડી ડેમમાં પડેલ બાકોરૂ ચોમાસા પુર્વે રીપેર કરવા છ ગામના લોકોની માંગ

1349
guj1532018-7.jpg

રાજુલાના ખાખબાઈ ધાતરવડી ડેમની દિવાલમાં ભયંકર બાકોરૂ પડી ગયેલની ર વર્ષથી થતી રજુઆતોને ધોળી પી જનારા સિંચાઈ વિભાગના અધિકારીઓ શું ડેમને તોડવા જ માંગે છે? તેના વિરૂધ્ધ ૬ ગામની જનતા દ્વારા સરપંચોએ છે ડપો જંગ દિન આઠમાં કાર્યવાહી ન થાય તો રોડ ચકકાજામ બાબતે ડેપ્યુટી કલેકટર ડાભીને આવેદન પત્ર આપ્યું.
આજે ૬ ગામના સરપંચો દ્વારા ડે. કલેકટર ડાભીને અપાયું આવેદનપત્ર અનેકવાર છ ગામને વાકે હીડોરડા, છતડીયા, વડ, ભચાદર, ધારાનેસ, ઉચ્યાના સરપંચ જેમાં ઉચૈયા સરપંચ પ્રતાપભાઈ વડ, સરપંચ અજયભાઈ ખુમાણ, ભચાદર સરપંચ તખુભાઈ ઉચૈયા, દિલુભાઈ ધાખડા ઉપસરપંચ, ધીરૂભાઈ વલ્કુભાઈ ધાખડા, મહેશભાઈ ધાખડા, ધારાનાનેસ સરપચં, બારપટોળી આગેવાનો અને માજી સરપંચ હરસુરભાઈ લાખણોત્રા, સરપંચ મંડળના તાલુકા પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા સાથે ૬ ગામના ખેડુતોએ ધાતરવડી -ર ડેમમાં ત્રણ વર્ષથી નાનુ એવુ ખાખબાઈ સાઈડની દિવાલમાં હોલ પડી જવાથી ભય ઉત્પન્ન થતા સિંચાઈ વિભાગના રામ તેમજ ઈજનેર સુવરને તાડ તોબ જાણ કરતા ધ્યાન ન દેવાયુ અને ડેમનું પાણી ખાલી થઈ ગયું બીજા વર્ષે પત્રકાર અમરૂભાઈ બારોટને સાથે રાખી સરપંચોએ વીડીઓ સુટીંગ ફોટોગ્રાફી સાથે ફરિવાર રજુઆત થઈ પણ જાડી ચામડી વાળા સિંચાઈ વિભાગ અમરેલીથી કોઈ પગલા ન લેવાયા હા થોડી ઘણી માટી નાખી ચોમાસુ આવી ગયું છે હવે કામ નહીં થાય અને તે ચોમાસામાં ભોયરૂ પડી ગયેલ મા માટી દિવાલ તોડી પાણી વહી ગયું અને મોટું બાકોરૂ પડી ગયું અને હવે આ ચોમાસા પહેલા આર.સી.સી.થી બાકોરૂ ચણીને બુરી દેવામાં નહી આવે તો ૬ ગામમાં કેટલી જાન હાની થાય તેનો વરવો ભયાનક સમય ન આવે તે માટે કલેકટર ડાભીને તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસે પણ ગંભીરતાથી વાત ધ્યાને લઈ સિંચાઈ  વિભાગને ગાંધીનગર સુધી અધિકારીઓને જાણ કરવા  તમામ સરપંચો દ્વારા સિંચાઈ વિભાગને દિવસ-ઠમાં કાર્યવાહી શરૂ ન થાય તો નેશનલ હાઈવે ચકકાજામ કરીશું અને જે તેના ઉગ્ર આંદોલનના પરીણામ  આવે તેની તમામ જવાબદારી સિંચાઈ વિભાગની રહેશે. 

Previous article આડોડીયાવાસના રહેણાંકી મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ૭ ઝડપાયા
Next article રાજુલા-જાફરાબાદમાં ટ્રાફીક પોલીસનો સપાટો : ૫૮૮ વાહનોને નોટીસ અપાઈ