રિચાને સેક્સી અને બોલ્ડ સીનો કરવામાં વાંધો નથી

1008

દક્ષિણ ભારતની સેક્સ બોંબ સિલ્ક સ્મિતા પર ડર્ટી પિક્ચર બનાવવામાં આવ્યા બાદ હવે દક્ષિણ ભારતની જ અન્ય એક સ્ટાર શકીલા પર કામ શરૂ કરવામાં આવ્યા બાદ ફિલ્મ અટવાઇ જતા સેક્સી સ્ટાર રિચા ચડ્ડા નિરાશ છે. તે આ ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતા પુરવાર કરવા માટે ઇચ્છુક હતી.   આના માટે લીડ રોલ માટે રિચા ચડ્ડાની પસંદગી કરવામાં આવી છે. જો કે કેટલાક કારણસર આ ફિલ્મ હાલમાં રોકી દેવામાં આવી છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સિલ્ક સ્મીતા બાદ હવે શકીલાની  બાયોપિક  બનાવવામાં  આવી રહી હતી. તેને લઇને લુક પણ જારી કરવામાં આવ્યો હતો.  તે આની તૈયારી શરૂ કરી ચુકી હતી. જો કે ફિલ્મ હવે અટવાઇ પડી  છે. બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને સેક્સ સિમ્બોલ તરીકે રહેલી રિચા ચડ્ડાની પસંદગી શકીલાના રોલ માટે કરવામાં આવી હતી.  જો કે આ સંબંધમાં વધારે માહિતી જાહેર કરવામાં આવી હતી. અન્ય તમામ કલાકારોની પસંદગી હજુ કરવાની બાકી છે. શકીલાની બાયોપિક ફિલ્મમાં તે શકીલાની ભૂમિકા કરનાર છે. શકીલાએ સાઉથ ફિલ્મ ઇન્ડ્‌સ્ટ્‌રીઝમાં ૯૦ના દશકમાં તમિળ, તેલુગ, મલયાલમ અને કન્નડ ભાષાની અનેક ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી.

રિચા ચડ્ડા આ બાયોપિક ફિલ્મમાં શકીલાના ૧૬ વર્ષથી લઇને હજુ સુધીના રોલ અદા કરનાર છે. શકીલાએ માત્ર ૧૬ વર્ષની વયમાં ફિલ્મમાં કામ શરૂ કર્યુ હતુ. ફિલ્મમાં તેના જીવન સફરને દર્શાવવામાં આવનાર છે. શકીલાની લાઇફ કામની દ્રષ્ટિએ સિલ્ક સ્મીતા જેવી જ રહી છે. તે એવા સમયમાં દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી હતી જ્યારપુરૂષોની બોલબાલા હતી. શકીલાએ ૨૦ વર્ષની વયમાં તમિળમાં બનેલવી એક સોફ્ટ પોર્ન ફિલ્મમાં ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મમાં તે સિલ્ક સ્મિતા સાથે નજરે પડી હતી. ફિલ્મના નિર્દેશક ઇન્દ્રજીત લંકેશે કહ્યુ છે કે તે નવી ફિલ્મને લઇને ખુબ ખુશ છે.

Previous articleતમામ કુશળતા હોવા છતાં  નરગીસ ફકરી ફ્લોપ રહી
Next articleસંજુ સેમસન લિસ્ટ-એ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર છઠો ભારતીય બેટ્‌સમેન બન્યો