રાજુલા-જાફરાબાદમાં ટ્રાફીક પોલીસનો સપાટો : ૫૮૮ વાહનોને નોટીસ અપાઈ

697
guj1532018-6.jpg

રાજુલા જાફરાબાદ પંથકમાં ઔદ્યોગિક વિસ્તારોમાં દોડતા બેફામ અન લીગલી વાહનો સામે જીલ્લા ટ્રાફીક પી.એસ.આઈ. વી.વી.પંડ્યાની લાલ આંખ ૫૮૦ વાહનોના કેસ સ્થળ પર ૫૮ હજારનો દંડ વસુલ ૧૪૪ વાહનોમાં બ્લોક ફીલ્મ હટાવાઈ વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો રાજુલા, જાફરાબાદના ચારનાળાએ જિલ્લા ટ્રાફીક પીએસઆઈ વી.પી.પંડ્યાની લાલ આંખ રાજુલા, જાફરાબાદમાં ઓદ્યોગિક એકમો બાબતે દોડતા અને લીગલી બેફામ વાહનોની લાંબી કતાર લગાવી ૫૮૦ વાહનો સામે કેસ કરાયા અધધ સ્થળ પર ૫૮ હજારનો દંડ વસુલ્યો ૧૪૪ વાહનોમાં બ્લેક ફીલ્મ હટાવાઈ એસ.પી. જગદીશ પટેલની સુચના મુજબ જુબેશ હાથ ધરાઈ પીએસઆઈ વી.વી.પંડ્યા સાથે એ.એસ આઈ હર્ષદભાઈ જાની ખીમજીભાઈ હેડ કો.શૈલેષભાઈ અને અજયભાઈ સાથેની ટીમ છેલ્લા ત્રણ દિવસથી બ્લેક ફિલ્મ લગાડેલ વાહનો શોધી શોધી કુલ ૧૪૪ વાહનોમાંથી બ્લેક ફિલ્મ કઢાવી દંડ વસુલ્યો હતો તથા ટ્રાફીક નિયમોના ભંગ કરનાર ૧૪ વાહનો ડીટેઈન કરતા અને લિંગલી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ વાહન ચાલકોએ રાજકીય વગ માટે ફોન શરૂ કરાયા હતા. પણ પી.એસ.આઈ. વી.વી.પંડ્યાએ કહેલ કે ગમે તેવા ચમ્મરબંધીને પણ નહી બક્ષાય જેને જ્યા ફોન લગાડવા હોય ત્યાં લગાડો આવી કડક કાર્યવાહી શરૂ રખાશે.

Previous article ધાતરવડી ડેમમાં પડેલ બાકોરૂ ચોમાસા પુર્વે રીપેર કરવા છ ગામના લોકોની માંગ
Next article રાજુલા કોળી સમાજનું ગૌરવ વધારતા રેખા બહેન બી. ચૌહાણ