સિવિલમાં પોણા ત્રણ વર્ષમાં દાઝેલા ૬૦૨ પૈકી ૧૪૩ દર્દીના મોત

372

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં દાઝેલાના વોર્ડમાં દાખલ દર્દી ૬૦૨ પૈકી ૧૪૩ દર્દીના મોત મોત નીપજ્યા હતા. ઉધના વિસ્તારમાં કરંટ લાગતા દાઝી ગયેલા આધેડ મોતને ભેટયા હતા. આધેડ દાઝવાથી નહીં પણ ઈન્ફેક્શન લાગવાથી મોતને ભેટયા હોવાનું પોસ્ટમોર્ટમ દરમિયાન બહાર આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાઝેલાના વૉર્ડમાં દર્દીને ઇન્ફેક્શન લાગે અને દાઝેલા અન્ય દર્દીઓને જોઈને તકલીફ નહીં પડે અને માનસિક રીતે પડી નહી ભાંગે તે માટે દાઝેલાના વોર્ડમાં ૧૫ જેટલા એ.સી કેબિન બનાવવામાં આવ્યા છે.

આ વોર્ડમાં દર્દીઓને સવારે ગરમ પાણીથી નહવડાવ્યા બાદ યોગ્ય રીતે સારવાર કરવામાં આવે છે. જોકે દાઝેલા દર્દીઓ માટે મહત્વનો રોલ ઇન્ટ્રા વિનર થેરાપી એટલે કે બાટલા ચડાવવામાં આવે છે. દાઝેલા દર્દીઓના શરીરમાંથી પ્રવાહી અને કણો ઓછા થઈ જાય છે. તેને મેન્ટેન રાખવા માટે બોટલ ચઢાવવામાં આવે છે. ૫૦ ટકાથી વધુ ડીપમાં દાઝેલા હોય(અંદર સુધી) તેવા દર્દીનું મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે.

શરીરનો છાતીથી લઈ ઉપરના ભાગે વ્યક્તિ દાઝી જાય છે. તેમના ફેફસા અને શ્વાસ નળી ગરમીના લીધે ઢીલા પડી જાય છે. જેના કારણે શ્વાસ લેવાની પ્રક્રિયા મંદ થઈ જાય છે આવા સંજોગોમાં મૃત્યુ થવાની શક્યતા વધે છે એટલે નહીં પણ દાઝેલા દર્દીઓની તેમના સંબંધીઓ પૂરતી કાળજી નહિ રાખે તથા યોગ્ય રીતે ડ્રેસિંગ કરવામાં નહીં આવે અને નિયમિત બોટલ ચડાવવાની નહીં આવે તેવા સંજોગોમાં દર્દીઓની ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય છે. તેથી કેટલાક દર્દીઓ મોતને બેટા હોવાની શક્યતા વધુ હોવાનું સિવિલના સૂત્રોએ જણાવ્યું હતું.

Previous articleભરણ પોષણની રકમ ન ચુકવતા પતિ વિરુદ્ધ સમન્સ લઇ પરિણીતા પોલીસ સ્ટેશન પહોંચી
Next articleજીવતા સર્પ સાથે ગરબો રમનારી ૩ બાળા સહિત ૫ સામે ફરિયાદ નોંધાઈ