૧૦૮ કિલોનો શાનદાર લેંપ, શિલ્ક શોલ સુપરત

534

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની પ્રમુખ શી ઝિગપિંગને કેટલીક ખાસ ભેંટ આપી છે. જેમાં નચિયારકોઈલ દીપ, તંજાવુર પેન્ટિંગ-ડાંસિગ સરસ્વતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝિગપિંગને એક ખાસ શોલ અને પેન્ટિંગ ભેટમાં આપી છે. લેપ અંગે કેટલીક ખાસ વિશેષતા રહેલી છે. આઠ લોકપ્રિય કલાકારો દ્વારા મલીને તેનું નિર્માણ કરાયું છે. છ ફુટ ઉંચા અને ૧૦૮ કિલોગ્રામ વજન ધરાવતા આ દીપને પિતળોથી બનાવવામાં આવ્યું છે. જેના પર સોનાની ચાદર લગાવવામાં આવી છે. આને બનાવવામાં ૧૨ દિવસનો સમય લાગ્યો છે. તેમણે અન્ય મહત્વપૂર્ણ પેન્ટિંગો સુપ્રત કરી છે.

Previous articleમોદીએ મમલ્લાપુરમ દરિયાઇ કાઠે સાફ સફાઇ કામગીરી કરી
Next articleહળવદ યાર્ડમાં કપાસ તેમજ મગફળીના ભાવ નીચા ગયા