ચીનના પ્રમુખ શી ઝિગપિંગની બે દિવસની ભારત યાત્રા ભારત માટે પણ રાજદ્ધારી રીતે સફળ રહી છે. હાલમાં જ કાશ્મીરના મુદ્દાને વારંવાર ઉઠાવનાર ચીને કાશ્મીર મુદ્દાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. કાશ્મીરના મુદ્દાને વારંવાર ઉઠાવીને ભારત પહોંચેલા ચીની પ્રમુખે ભારતના જોરદાર વિરોધ બાદ વાતચીત દરમિયાન ભારતના આ આંતરિક મુદ્દાને છેડવાના પ્રયાસ કર્યા ન હતા. મોટી બાબત એ રહી છે કે, ભારત આતંકવાદના મુદ્દાને ચર્ચાના વિષય તરીકે બનાવવામાં સફળ રહેતા તેની મોટી સફળતા રહી છે. તેવી આશંકા દેખાઈ રહી હતી કે કાશ્મીર મુદ્દાના કારણે બંને નેતાઓની વાતચીત પાટાપરથી ખડી પડશે. જોકે, આ આશંકા બિનજરૂરી સાબિત થઈ છે. આ આશંકાને એ વખતે બળ મળ્યું હતું જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની વાતચીત દરમિયાન ચીને કાશ્મીર ઉપર યુએન ચાર્ટરનો ઉલ્લેખ કરીને આ દિશામાં આગળ વધવાની માંગ કરી હતી. જોકે, ભારતે ચીનના વલણ સામે જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી. વિદેશ સચિવ ગોખલે એ કહ્યું હતું કે, મોદીની સાથે વાતચીત દરમિયાન કાશ્મીરના મુદ્દા પર એક પણ વખત ચર્ચા થઈ નથી. જ્યારે આતંકવાદ પર વિસ્તાર પુર્વક ચર્ચા થઈ છે.
તેમણે કહ્યું હતું કે, બંને દેશોએ આતંકવાદના મુદ્દા પર સાથે મળીને લડવાની વાત કરી છે. ભારતે પહેલાથી જ કહી દીધું હતું કે, કાશ્મીર ભારતના આંતરિક મામલા તરીકે છે. આવી સ્થિતિમાં ચીની નેતા સમક્ષ આ મુદ્દાને રજુ કરવામાં આવશે નહીં. જો ચીની પ્રમુખે આ મુદ્દે કોઈ વાત ઉઠાવી હોત તો મોદી ભારતના વલણ સાથે પહેલાથી જ તૈયાર હતા. જોકે, ચીની પ્રમુખ વાતચીત દરમિયાન કાશ્મીરના મુદ્દા પર કોઈ વાત કરવા માટે આગળ આવી શક્યા ન હતા. ચેન્નઈ સમિટમાં મોટાભાગે દ્ધિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દા પર ચર્ચા થઈ છે. ભારતની રાજદ્ધારી રણનીતી રંગ લાવી છે અને ચીની પ્રમુખ સમક્ષ પણ મોદી સફળતા પૂર્વક કાશ્મીરના મુદ્દા ઉપર રજુઆતને ટાળવામાં સફળ રહ્યા છે. વિજય ગોખલેએ કહ્યું હતું કે, કાશ્મીરના મુદ્દે ભારતની સ્થિતિ બિલકુલ સ્પષ્ટ રહી છે. પહેલાથી જ આ અંગે જાણ કરવામાં આવી હતી. ભારતે અગાઉ કાશ્મીરના મુદ્દે વાતચીતને લઈને ચીનના વલણની જોરદાર ઝાટકણી કાઢી હતી. ગોખલેએ કહ્યું હતું કે, ચીન ભારતના વલણથી વાકેફ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે હાલમાં જ કહ્યું હતું કે, કાશ્મીરના મુદ્દા પર કોઈ પણ ચર્ચાને ચલાવી લેવામાં આવશે નહીં.