ભાવનગર સહિત ૪ જિલ્લામાં હદપાર થયેલ આરોપી ઝડપાયો

478

ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષકએ જેલમાંથી ફરાર થયેલ કેદીઓ તથા નાસ્તા ફરતા આરોપીઓ તથા હદપાર થયેલ ઇસમોને ઝડપી પાડવા ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને જેના ભાગ રૂપે ભાવનગર આર.આર.સેલના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર  તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ. પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, જીલ્લાના વિસ્તાર માંથી એક વરસ માટે હદપાર થયેલ આરોપી રમેશભાઇ ઉર્ફે અદરો ધારશીભાઇ ચારોલીયા ઉ.વ.૩૫ રહેવાસી- અકવાડા ગામ, ઉપરકોટ, દે.પુ.વાંસ ભાવનગર વાળાને તેના રહેણાંકી મકાનેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleદામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડની મુખ્ય લાઈન તુંટી જતાં લાખો લિટર પાણીનો વડફાટ
Next articleરાજ્યમાં ત્રણ ફેરી સર્વિસ માટે બીડ ભરવા કોઈ તૈયાર નહીં