બિગ બોસના આયોજકો પર ટીઆરપી વધારવા માટે અશ્લિલતા પિરસવાનો અને લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ હિન્દુ સંગઠનો લગાવી રહ્યા છે.
આ વિવાદ વધારે વકરી રહ્યો છે.બિગ બોસના વિવાદની ઝાળ હવે હોસ્ટ સલમાનખાનના ઘર સુધી પહોંચી છે. શોના વિરોધમાં સલમાનના ઘરની સામે કેટલાક લોકોએ દેખાવો કર્યા હતા. જેના પગલે ૨૨ લોકોની મુંબઈ પોલીસે અટકાયત કરી હતી.પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી છે. બીજી તરફ સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારવામાં આવી છે.બિગ બોસના વિવાદમાં સલમાન ફસાય તે સ્વાભાવિક છે કારણકે સલમાન આ શોનો હોસ્ટ છે.કરણી સેનાએ પણ શોના વિરોધમાં સલમાનને ધમકી આપી છે કે, બિગ બોસ બંધ નહી થાય તો સલમાનની આગામી ફિલ્મ દબંગ-૩ રિલિઝ નહી થવા દેવાય.આ પહેલા કરણી સેનાએ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લકીને કહ્યુ હતુ કે, આ શો હિન્દુ સંસ્કૃતિનુ અપમાન કરી રહ્યો છે.લવ જેહાદને પ્રમોટ કરે છે.નવી પેઢીને ગુમરાહ કરે છે. શોમાં વધારે પડતી અશ્લિલતા છે.તેને ફેમિલી સાથે જોઈ શકાય તેમ નથી.કરણી સેનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને પત્ર લખીને બિગ બોસ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.