ધારાસભ્ય અંબરીશ ડેરને સસ્પેન્ડ કરાતા રાજુલામાં કોંગી કાર્યકરો દ્વારા ચક્કાજામ

587
guj1532018-1.jpg

આજરોજ વિધાનસભામાં ખુલા હાથે મારામારી અને વિધાનસભાની ગરીમા અને ગાંધીના ગુજરાત માટે શરમજનક ઘટનાના પગલે વિધાનસભા અધ્યક્ષ દ્વારા રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેર અને કુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતને ૩ વર્ષ માટે સસ્પેન્ડ કરાતા રાજુલાના હિંડોળા ખાતે અમરીશ ડેરના સમર્થકો દ્વારા ટાયરો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવતા મામલો ગરમાયો હતો. જેને પગલે અહીં રાજુલા પોલીસ દોડતી થઈ હતી અને હિંડોળા ખાતે દોડી ગઈ હતી ત્યારે અમરીશભાઈના ટેકેદારો દ્વારા ટાયરો સળગાવીને ૪પ મિનિટ્‌સ સુધી ભાવનગર-ઉના હાઈવે બંધ કરી અને રૂપાણી સરકાર તેમજ પી.એમ. વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.

Previous article મુળજીભાઈ પટેલ યુરો. હોસ્પિ. દ્વારા ૧૦૭૦ સફળ રોબોટીક સર્જરી કરાઈ
Next articleગેરકાયદે વપરાશ બદલ ઓશિયા હાઇપર માર્ટ સીલ