ભારતીય મહિલા વન-ડે ટીમની કેપ્ટન મિતાલી રાજ સફળ રન ચેઝ મામલે વિશ્વની નંબર-૧ ક્રિકેટર છે. મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં સફળ રન ચેઝ કરનાર ખેલાડીઓમાં ઓછામાં ઓછા ૨૦૦૦ રન કરનાર ખેલાડીઓની એવરેજ જોઈએ તો મિતાલી ૧૧૨ની એવરેજ સાથે નંબર-૧ પર છે. રન ચેઝ કરતા જ્યારે પણ ભારતીય ટીમને જીત મળી છે, આ દરમિયાન મિતાલીએ ૫૧ ઈનિંગ્સમાં ૨૦૧૬ રન કર્યા છે. આ દરમિયાન ૨૨ વાર તે નોટઆઉટ રહી. ૧ સદી અને ૧૬ અડધી સદી ફટકારી.
આ દરમિયાન અન્ય કોઈ મહિલા ખેલાડી ૨૦૦૦ રનનો આંક પણ પાર કરી શકી નથી. ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન મેગ લેનિંગ ૧૯૬૨ રન સાથે બીજા નંબરે છે. જ્યારે પુરુષ ખેલાડીઓમાં પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોની ૭૫ ઈનિંગ્સમાં ૧૦૩ની એવરેજ સાથે ૨૮૭૬ રન કરી ચૂક્યો છે. તે ૪૭ વખત નોટઆઉટ રહ્યો અને ૨ સદી તથા ૨૦ અડધી સદી ફટકારી હતી.