શનિવારે સવારે મહાબલીપુરમ (મમલ્લાપુરમ) ના દરિયા કિનાર પર જ્યારે પીએમ મોદી ફરવા માટે પહોંચ્યા ત્યાં તેમણે કચરો જોયો અને તે પછી પીએમ મોદીએ પોતે સફાઇ કરી, જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો ચે. પીએમ મોદીની આ કામના જ્યાં એકતરફ વખાણ થઇ રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો આલોચના પણ થઇ રહી છે. હવે આ લિસ્ટમાં ફિલ્મના એક્ટર પ્રકાશ રાજનું નામ જોડાઇ ગયું છે જેમણે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર સવાલ કરતા કટાક્ષ કર્યો.
અજય દેવગન સ્ટાટર ’સિંઘમ’ જયકાંત સિકરેથી વિલન તરીકે પોતાની અગળ ઓળખ બનાવનાર પ્રકાશે રાજે વીડિયો ટ્વીટ કરતા કહ્યુ કે,’’નેતાઓની સુરક્ષા ક્યાં ગાયબ થઇ ગઇ છે? તમે તેમણે એક કેમેરામેનની સાથે એકલા સાફ-સફાઇ કરવા માટે કેમ છોડી દીધા? જ્યાં દેશમાં વિદેશી મહેમાન આવ્યા, ત્યારે સંબંધિત વિભાગે સફાઇ ના કરવાની હિંમત કેવી રીતે બતાવી? માત્ર આટલું જ પૂછી રહ્યો છું.