વર્લ્ડ બોક્સિંગ : ફાઈનલમાં મંજુ રાનીની અંતે થયેલ હાર

595

ભારતની યુવા બોક્સર મંજુ રાનીને વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આની સાથે જ મંજુ રાનીને સિલ્વર મેડલથી સંતોષ માનવાની ફરજ પડી છે. મેરી કોમની પણ અગાઉ અહીં હાર થયા બાદ મંજુ રાની પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી હતી. જો કે, આજે ફાઈનલમાં રશિયાની પાલ્ટસેવાએ ૪૮ કિલોગ્રામ વર્ગમાં મંજુ રાની પર ૪-૧થી જીત મેળવી હતી. આની સાથે જ મંજુ રાનીને સિલ્વર મેડલથી સંતોષ માનવાની ફરજ પડી હતી. તે ટુર્નામેન્ટમાં છઠ્ઠી ક્રમાંકિત ખેલાડી તરીકે મેદાનમાં ઉતરી હતી. બાઉટનો નિર્ણય ૨૮-૨૯, ૨૮-૨૯, ૨૯-૨૮, ૨૮-૨૯થી રશિયન બોક્સરની તરફેણમાં ગયો હતો. મંજુ રાનીની રમત શાનદાર રહી હતી અને સહેજમાં તેની હાર થઇ હતી. આ ટુર્નામેન્ટમાં ભારત ૪ ચંદ્રક સાથે ઉલ્લેખનીય દેખાવ ધરાવે છે. આ પહેલા ભારતના ત્રણ બોક્સરોએ બ્રોન્ઝ મેડલ મેળવી લેવામાં સફળતા મેળવી હતી. પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયનશીપમાં ભાગ લઇ રહેલી છઠ્ઠી ક્રમાંકિત મંજુએ શનિવારના દિવસે સેમિફાઇનલમાં ૪૮ કિલોગ્રામ વર્ગમાં પૂર્વ બ્રોન્ઝ મેડલ વિજેતા થાઈલેન્ડની કાકસાત ઉપર ૪-૧તી જીત મેળવી હતી અને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી જ્યા તેની ટક્કર આજે બીજી ક્રમાંકિત ખેલાડી રશિયાની પાલ્ટસેવાએ જોરદાર રમત રમી હતી. ભારતીય બોક્સર રશિયન બોક્સરની સામે પોતાનો દાવો મજબૂતરીતે રજૂ કરી શકી ન હતી અને તેની હાર થઇ હતી. ૧૮ વર્ષ બાદ પ્રથમ વખત થયું છે જ્યારે ભારતીય મહિલા બોક્સર એન્ટ્રીની સાથે જ ફાઈનલમાં પહોંચી છે. સ્ટ્રાન્જા કપની રજત વિજેતા મંજુએ મેરી કોમ જેવો જ દેખાવ કર્યો હતો. મંજુ પહેલા મેરીકોમ વર્ષ ૨૦૦૧માં પ્રથમ વખત જ વિશ્વ ચેમ્પિયનશીપની ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. મંજુ ઉપરાંત ત્રણ અન્ય ભારતીય મેરી કોમ (૫૧ કિલોગ્રામ), જમુના બોરો (૫૪ કિલોગ્રામ), લવલીના (૬૯ કિલોગ્રામ)એ સેમિફાઇનલમાં એન્ટ્રી કરી હતી. જો કે, સેમિફાઇનલમાં હારી જતાં  તેમને રજત ચંદ્રકથી સંતોષ માનવાની ફરજ પડી હતી. લંડન ઓલિમ્પિકમાં કાસ્ય જીતનાર મેરી કોમને તુર્કીની બુસેનાજની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે જ છ વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમને આ વખતે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવાની ફરજ પડી હતી.

Previous articleવર્તમાનના ફાસ્ટ બૉલરોએ ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો છેઃ કપિલ
Next articleવર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશીપઃ ૧૪ વર્ષના પ્રજ્ઞાનંદાએ ગોલ્ડ જીત્યો