વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર મહિનાના પ્રથમ બે સપ્તાહના ગાળામાં જ ભારતીય મૂડી માર્કેટમાંથી ૬૨૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. વૈશ્વિક મંદીની દહેશત અને ટ્રેડવોરને લઇને ચિંતાની સીધી અસર જોવા મળી રહી છે. પહેલીથી ૧૧મી ઓક્ટોબર વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૪૯૫૫.૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૨૬૧.૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ કુલ પાછી ખેંચી લેવાયેલી રકમનો આંકડો ૬૨૧૭.૧ કરોડનો રહ્યો છે. સ્થાનિક મૂડી માર્કેટમાંથી અગાઉના મહિનામાં જંગી નાણા પરંત ખેંચાયા હતા. મૂડી માર્કેટમાંથી વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનામાં ૨૯૮૫.૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠલવાયા હતા. સપ્ટેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાં ૭૮૫૦ કરોડથી વધારે રૂપિયાનુ રોકાણ કર્યુ હતુ. આરબીઆઇ દ્વારા હાલમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ પણ શેરબજારમાં કોઇ ખાસ અસર તેની રહી નથી. મુડી માર્કેટ રેગ્યુલેટર દ્વારા લેવામાં આવેલા પગલાની અસર પણ દેખાઇ રહી નથી. કેન્દ્ર સરકારે હાલમાં કોર્પોરેટ ટેક્સમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યા બાદ પણ શેરબજારમાં પ્રવાહી સ્થિતી જોવા મળી રહી છે. સરકારે એવી જાહેરાત પણ કરી હતી કે વધારી દેવામાં આવેલા ટેક્સ સરચાર્જને પણ કેપિટલ ગેઇન પર લાગુ કરવામાં આવનાર નથી. આના કારણે વિદેશી રોકાણકારોએ મોટી રાહત મળી ગઇ હતી. સાથે સાથે માર્કેટ રેગ્યુલેટર સેબીએ એફપીઆઇ માટે કેવાયસી ધારાધોરણને વધારે સરળ બનાવી દીધા હતા. કેન્દ્ર સરકારે હાલમાં કોર્પોરેટ ટેક્સ રેટમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે વધારવામાં આવેલા ટેક્સ સરચાર્જને એફપીઆઈના હાથે ડેરિવેટિવ્સ સહિત કોઇપણ સિક્યુરિટીના વેચાણથી ઉભી થનારા માર્કેટ મૂડી લાભ પર લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.