ટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં વધારો થયો

549

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૮ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૮૦૯૪૩ રૂપિયાનો વધારો થયો છે. આ સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. ટીસીએસ અને આઈટીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. રિલાયન્સની માર્કેટ મૂડી સૌથી વધુ વધીને નવી ઉંચી સપાટી ઉપર પહોંચી છે. આ ગાળા દરમિયાન રિલાયન્સની માર્કેટ મૂડી ૨૮૪૯૪.૩૬ કરોડ વધીને ૮૫૭૩૦૩.૦૩ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઇ છે. હિન્દુસ્તાન યુનિલીવર અને ઇન્ફોસીસની માર્કેટ મૂડી ક્રમશઃ ૧૩૨૧૬ કરોડ અને ૯૬૪૨.૩૭ કરોડ વધીને નવી ઉંચી સપાટીએ પહોંચી છે. આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં પણ આ ગાળા દરમિયાન ઉલ્લેખનીયરીતે વધારો એચડીએફસીની માર્કેટ મૂડી ૫૭૨૩.૯૮ કરોડ રૂપિયા વધીને ૨૭૬૭૩૭.૨૩ કરોડ થઇ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં ભારે ઉથલપાથલની સ્થિતિ જોવા મળી હતી. બજાજ ફાઈનાન્સની સ્થિતિ દિન પ્રતિદિન વધુ મજબૂત થઇ રહી છે. તેની માર્કેટ મૂડી વધીને હવે ૨૩૦૫૩૩.૬૩ કરોડ થઇ ગઇ છે. ટીસીએસની માર્કેટ મૂડી ઘટીને ૭૪૫૬૧૭.૫૦ કરોડ રૂપિયા થઇ ગઇ છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૪૫૩ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો અથવા તો તેની સપાટી ૧.૨૦ ટકા વધી હતી. બજાર મૂડીકરણની દ્રષ્ટિએ ટોચની ૧૦ કંપનીઓમાં રિલાયન્સ પ્રથમ સ્થાને છે જ્યારે ટીસીએસ બીજા સ્થાને છે.

Previous articleપીએસબી બેંકોના વડા સાથે આજે નાણાપ્રધાનની મિટિંગ
Next articleવડાપ્રધાન મોદીની ભત્રીજીનું પર્સ ચોરી કરનાર બન્ને આરોપી ઝડપાયા