કેરળ સરકારની મદદથી એડમ હેરી ભારતનો પહેલો ટ્રાન્સજેન્ડર કોમર્શિયલ પાઈલટ બનશે

336

કેરળ સરકાર ૨૦ વર્ષના એડમ હેરીને ભારતનો પહેલો ટ્રાન્સજેન્ડર એરલાઈન પાઈલટ બનવા માટે આર્થિક મદદ કરશે. હેરીએ જણાવ્યું હતુ કે, હું દેશનો પહેલો પ્રાઈવેટ પાઈલટ લાયસન્સ ધારક ટ્રાન્સમેન છું. સરકાર મને કોમર્શિયલ પાઈલટની ટ્રેઈનિંગ માટે આર્થિક મદદ કરવાનું વિચારી રહી છે.

ઉલ્લેખનીય છે કે, એડમ હેરીએ જોહનિસબર્ગથી પ્રાઈવેટ પાયલોટની ટ્રેઈનીંગ પ્રાપ્ત કરી છે. ત્યાંથી પરત આવી એડમે તેની સ્થિતી અંગે માહિતી આપતા માતા-પિતાએ તેને ઘરમાં બંધ કરી દીધો હતો. પરંતુ એડમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેણે અનેક નોકરીઓ પણ કરી હતી. ચાઈલ્ડ વેલફેર ડિપાર્ટમેન્ટને મીડિયા દ્વારા એડમની જાણ થતાં તેમણે એડમનો સંપર્ક કર્યો હતો.

Previous articleપત્નીએ ટૂંકા કપડા પહેરવાની અને દારુ પીવાની ના પાડતાં પતિએ આપ્યા ટ્રિપલ તલાક
Next articleમુસ્લિમોને પણ ખબર છે કે, અયોધ્યામાં રામ મંદિર બનશે : ભાજપ સાંસદ રાકેશ સિન્હા