મુસ્લિમોને પણ ખબર છે કે, અયોધ્યામાં રામ મંદિર બનશે : ભાજપ સાંસદ રાકેશ સિન્હા

368

ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હાનુ કહેવુ છે કે, અયોધ્યામાં વિવાદીત સ્થળે જ રામ મંદિર બનશે. મુસ્લિમ સમાજનો એક મોટો વર્ગને પણ આ વાતનો અહેસાસ થઈ ચુક્યો છે. તેમણે કહ્યુ હતુ કે, મુસ્લિમ સમુદાયે કોર્ટમાં અયોધ્યા મામલે હાર જીતના ચુકાદાની રાહ જોવા કરતા અયોધ્યાના મહત્વને ધ્યાનમાં રાખીને આ જગ્યા પરથી દાવો જતો કર્યો હોત તો વધારે સારૂ હોત.

રાકેશ સિન્હાએ કહ્યુ હતુ કે, ચીનના રાષ્ટ્રપતિનો ભારત પ્રવાસ ભારતની ડિપ્લોમેટિક જીત છે. જેના કારણે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ મળયો છે કે, ચીન પાકિસ્તાનને કોઈ મુદ્દા પર સક્રિય સમર્થન નહી આપે. જે ભારતની આંતરિક બાબત છે તેના પર ચીન પાકિસ્તાનની દખલનુ સમર્થન નહી કરે. પહેલી વખત ચીને કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે. આ પહેલા ચીન કાશ્મીરને વિવાદીત મુદ્દો ગણતુ હતુ. પીએમ મોદીની ડિપ્લોમસીના કારણે ભૂતકાળમાં પાકિસ્તાનનુ સમસર્થન કરનારા દેશો આજે ભારતની સાથે છે.

તેમણે પશ્ચિમ બંગાળમાં આરએસએસ કાર્યકર અને તેના પરિવારની હત્યા અંગે કહ્યુ હતુ કે, મમતા બેનરજીની સરકાર જેહાદીઓનુ સમર્થન કરી રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા આ હત્યાકાંડ થકી સંદેશ અપાયો છે કે, જે મમતાનો વિરોધ કરશે તેમને હિંસાનો સામનો કરવો પડશે.

Previous articleકેરળ સરકારની મદદથી એડમ હેરી ભારતનો પહેલો ટ્રાન્સજેન્ડર કોમર્શિયલ પાઈલટ બનશે
Next articleહરિયાણામાં સંકલ્પ પત્રમાં ખેડૂતો, યુવાઓ ઉપર ધ્યાન