નર્મદાના પાણીના નિયમો ગૃહમાં ચર્ચવા અધ્યક્ષ, સીએમને પત્ર

749
gandhi1632018-3.jpg

નર્મદાના પાણી ખેડૂતોને સિંચાઈ માટે આજથી બંધ કરવામાં આવનાર છે. પીવાના પાણીનું આયોજન પણ ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ નર્મદા માટે ચિંતાજનક છે. લાખો ખેડુતોના જીવનનો સવાલ છે. 
ગૃહ હાલમાં ચાલુ છે ત્યારે આ વિષય ઉપર દુર્લક્ષ સેવી શકાય નહી માટે નર્મદા યોજના વિશે જેમ ભૂતકાળમાં ખાસ દિવસો સાફવીને ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી તેમ અત્યારે પણ ગૃહમાં આ વિષયમાં વિસ્તૃત ચર્ચા અતિ જરૂરી બની છે. ભૂતકાળમાં સ્વીકારેલા સિધ્ધાંતો મુજબ નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. અને તેને પક્ષાપક્ષીથી પર રહીને વિશેષ રીતે મુલવવામાં આવી છે. ગૃહમાં આ અંગેની ચર્ચા અતિ આવશ્યક છે. માટે ખાસ કિસ્સા તરીકે આ વિષયના સંદર્ભમાં ગૃહમાં ખાસ સમય ફાળવી ગૃહમાં ચર્ચા કરવામાં આવે એવી રાજયના હિતમાં અને કિસાનો અને પ્રજાના હિતમાં અમારી વિનંતી છે.
ગૃહમાં આ વિષયને ખાસ રીતે ચર્ચા થાય તેવી લાગણી પૂર્વ સીએમ સુરેશચંદ્ર મહેતા, પ્રબુધ્ધ નાગરિક ગૌતમભાઈ ઠાકર અને પી.યુ.સી.એલ. ના મહેશભાઈ પંડયા દ્વારા વ્યકત કરાઈ હતી. 

Previous articleપાટીદાર સામેના ૯૦ ટકા કેસ પાછા ખેંચી લેવાયા છે : પ્રદિપસિંહ જાડેજા
Next articleસરકારે રચેલા તપાસપંચોના અહેવાલો વિધાનસભામાં રજુ કરો : પરેશ ધાનાણી