જામનગર વનવિભાગે કાળિયાર હરણનો શિકાર કરતી ટોળકીને ઝડપી

431

જામનગર વનવિભાગ દ્વારા જામનગર માંથી કાળિયાર હરણની શિકારી ટોળકી ઝડપી પાડી રાજકોટના પાનેલી પંથકમાં કાળિયારનો શિકાર કરી જામનગરમાં ચામડું વેંચવા આવ્યા અને જામનગર વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

બૉલીવુડ સ્ટાર સલમાન ખાન જે કેસમાં ફસાયો છે તે કાળિયારનો શિકાર કરવાનો ચોંકાવનારો કિસ્સો જામનગર વનવિભાગએ પકડી પાડ્યો છે. રાજકોટના ધોરાજી નજીક પાનેલી પંથક માંથી કાળિયાર હરણનો શિકાર કરી જામનગરમાં ચામડું વેચવા આવેલી શિકારી ટોળકીના આઠ શખ્સોને દબોચી લઈ વનવિભાગે આઠે આરોપી વિરુધ્ધ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. વન્યજીવોથી ભરપૂર સૌરાષ્ટ્રમાં ખૂબ ઘણી જાતના પશુ પક્ષીઓનો બેફામ પણે શિકાર કરવામાં આવે છે. તેવામાં ધોરાજી પંથકમાં આવેલા પાનેલીમાં શિકારી ટોળકી દ્વારા શેડ્યુલ ૧ ભાગ ૨ માં આવતા કાળિયાર હરણનો શિકાર કરવામાં આવી રહ્યો છે. કાળિયાર હરણનું ચામડું તેમજ શરીરના અન્ય અંગોનો પણ ખાનગીમાં ધંધો ચાલી રહ્યો હોય તેવી બાતમીના આધારે બે દિવસ પહેલા જામનગર શહેરની હરિયા કોલેજ પાસે સાંઢિયાં પુલ નજીક આ કાળિયાર હરણના વેચાણ માટે શખસો આવેલા હતા. તે આઠે શખ્સોને જામનગર વનવિભાગ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

Previous articleનિકોલમાં બુટલેગરોને પકડવા જતી પોલીસ પર હુમલોઃ આરોપી ફરાર
Next articleવિધવાનું મકાન પચાવી પાડી ફાયનાન્સરોએ ૨૫ લાખ માંગ્યા,૧ની ધરપકડ