બે ફાયનાન્સરોએ વિધાવા પાસેથી ત્રણ મહિનાના વ્યાજ પેટે ૯૦ હજાર પડાવ્યા અને જામીનગીરી પેટે મુકેલ મકાન પોતાના નામે કરાવી લીધું હતું. ત્યારબાદ મકાનના દસ્તાવેજો પરત બજાર કિંમત ૨૫ લાખની માંગણી કરી હતી. જેથી મહિલાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધવતા બે પૈકી એક ફાયનાન્સરની ધરપકડ કરવામાં આવી છે.
પાંડેસરાની વિધવા મહિલાની મજબુરીનો લાભ લઇ ૫ લાખ સામે ત્રણ મહિનાનું ૯૦ હજાર વ્યાજ વસુલનાર ફાયનાન્સરોને તમામ રકમ ચુકવી આપ્યા બાદ જામીનગીરી પેટે મુકેલ મકાન પરત આપવા બજાર કિંમત પેટે ૨૫ લાખ માંગનાર બે વ્યાજખોર વિરૂધ્ધ પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી બે પૈકી એકની ધરપકડ કરી છે. પાંડેસરાની શિવશંકર સોસાયટીમાં મૂળ રાજસ્થાનના વિધવા સોનલ મહેશભાઇ દરજી રહે છે. સોનલબેનને આર્થિક જરૂરિયાત ઉભી થતા નવેમ્બર ૨૦૧૮માં પાંડેસરાના બે ફાયનાન્સર વિપુલ સોમા પટેલ અને ગૌરવ બાબુ પટેલ સમક્ષ પોતાના રહેણાંક મકાન જામીનગીરી પેટે મુકી ૫ લાખ વ્યાજે લીધા હતા. નાણાકીય જરૂરિયાત માટે સોનલબેને બંન્ને ફાયનાન્સરને પોતાનું મકાન સિક્યુરીટી પેટે લખી આપ્યું હતું અને ફાયનાન્સરોએ વિધવા મહિલાની મજબુરીનો લાભ લઇ ૬ ટકાના વ્યાજ દરે ત્રણ મહિનાના ૯૦ હજાર વ્યાજની વસુલાત કરી હતી