હાર્દિક કોંગ્રેસ સાથે છેડો ફાડશે.!, પાટીદાર ગ્રૂપમાં પોસ્ટર વાયરલ

690

એક સમયનો પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને હાલ કોંગ્રેસી નેતા હાર્દિક પટેલનો શું હવે કોંગ્રેસથી મોહભંગ થયો છે. શું હાર્દિક પટેલ ગમે ત્યારે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી શકે છે. આ સવાલો એટલા માટે ઉઠી રહ્યાં છે. હાલમાં હાર્દિક પટેલ પેટાચૂંટણી માટે કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યો છે. અને ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપ કરી રહ્યો છે. તેવા સમયે આ પોસ્ટરે ચર્ચા જગાવી છે.

જેમાં હાર્દિક પટેલનો ફોટો સાથે લખ્યું છે કે, તેમના માટે કોઇ પાર્ટી મહત્વની નથી.સાથે ઉલ્લેખ કર્યો કે, તે ફક્ત ગુજરાતની જનતા માટે લડવા નિકળ્યો છે. શું આ પોસ્ટથી હાર્દિક પોતાની અનામત આંદોલન વાળી છાપ પાછી લાવવા માંગે છે. શું હાર્દિક ફરી એકવાર રાજકીય નેતામાંથી આંદોલનનો નેતા બનવા માંગે છે. આવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. હાલ આ પોસ્ટર પાટીદારોના વોટ્‌સઅપ ગ્રુપમાં પણ વાયરલ થયું છે. જો કે જ્યારે આ બાબતે હાર્દિક પટેલનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે આ પોસ્ટ ખૂબ જ જૂની છે. અને તેના કોઇ સમર્થકે આ પોસ્ટ વાયરલ કરી હોઇ શકે છે.

Previous article૩૭૦ને ફરી લાવવાની જાહેરાત કરવા કોંગ્રેસને મોદીનો પડકાર
Next articleમહેસાણા જિલ્લા સહકારી ચૂંટણી વિવાદઃ આજે હાઇકોર્ટમાં સુનાવણી