મહેસાણા જિલ્લા સહકારી ચૂંટણી વિવાદઃ આજે હાઇકોર્ટમાં સુનાવણી

530

મહેસાણા જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવા હાઇકોર્ટએ લીલી ઝંડી આપી હતી પણ પરિણામ જાહેર ન કરવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. વધુ સુનાવણી ૧૪ ઑકટોબરે હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મૂળભૂત રીતે કોઈપણ બેન્કની અંદર ખાસ કરીને મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં જુદી જુદી મંડળીઓમાંથી ચૂંટણી થઇને ડાયરેક્ટરોની નિમણૂક થાય છે. જે ડાયરેક્ટરો કમિટી મેમ્બર તરીકે નિમણૂક થાય છે. એ ડાયરેક્ટરો કમિટીની અંદર કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે પ્રક્રિયા કરી અને ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરતા હોય છે. એ સંજોગોમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં વર્ષ ૨૦૧૫માં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર પરિણામ જાહેર ન કરવો એવી પિટિશન નટુભાઈ પીતાંબર અને તેમના સહયોગીઓએ કરેલી અને એ પિટિશનની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે જે તે સમયે સ્ટે આપેલો કે આ પરિણામ જાહેર કરવું નહીં. આ પરિણામ બંધ ડબ્બામાં પડેલું આ મેટરની સુનવણી થાય ત્યાં સુધી. આ મેટર જ્યારે પેન્ડિંગ હતી ત્યારે નટુભાઈ પીતાંબર અને દશરથ ભાઈ પટેલ બન્નેના પક્ષો એક થઈ ગયા હતા અને નટુ પીતાંબરે જેમની ફેવરમાં સ્ટે હતો તે આ પિટિશન પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો.

Previous articleહાર્દિક કોંગ્રેસ સાથે છેડો ફાડશે.!, પાટીદાર ગ્રૂપમાં પોસ્ટર વાયરલ
Next article૬૮ સિંહો અને ૬ દીપડાંને કેનાઇન ડિસ્ટેમ્પરનો ચેપ લાગ્યો