ગુજરાતના પૂર્વ સીએમ સુરેશભાઈ મહેતાએ વિધાનસભામાં સસ્પેન્ડ કરેલા અધ્યક્ષના નિર્ણયને અયોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે, આ ગેરબંધારણીય પગલું છે. વિધાનસભા પરિસર અને ગૃહ બંન્ને અલગ બાબત છે. ગૃહ અંગે અધ્યક્ષને કેટલાંક અધિકારો છે પરંતુ સત્ર સમાપ્તિ સુધી વધુમાં વધુ સસ્પેન્ડ કરી શકાતા હોય છે પરંતુ પરીસરમાં જો સામાન્ય નાગરિક પણ આવી શકતો હોય તેવા સંજોગોમાં ધારાસભ્યો ઉપર પ્રતિબંધ કઈ રીતે લગાવી શકાય. ગેરબંધારણીય અને અધ્યક્ષને નહી મળેલાં અધિકારોથી આ નિર્ણય લેવાયો તે સામાન્ય માણસના મૂળભૂત અધિકારના ભંગ સમાન છે જે બંધારણે આપેલા છે.
ગઈકાલનો બનાવ નિંદનીય અને કલંકિત છે એકશનનું કામ જાણવું જરૂરી છે કારણ વગર એકશન કોઈ લેતું નથી. આ કારણને ટેકલ કરાયું નથી. તેની જવાબદારી અધ્યક્ષની છે જે મીનેટે આ કારણ ઉભુ થયું ત્યારે જ અધ્યક્ષ કંટ્રોલ કરી શકયા હોત અધ્યક્ષની ફરજ છે. સુચારૂ ચલાવવાની હાઉસ ચલાવવાની અહીં ફરજ બરાબર બનાવી નથી.
અધ્યક્ષને પોતાનું ઝયુરીડીકશન છે. પ્રિમાઈસીસમાં અધ્યક્ષધનું જયુરીડીકશન નકકી થયું નથી. ગુહ સિવાયની જગ્યા ઓફિસે ગૃહનો ભાગ નથી. અધ્યક્ષને પ્રિમાઈસીસમાં બેન એ અધ્યક્ષની સત્તા નથી. નાગરિકના મૂળભૂત અધિકાર પરની તરાપ સમાન ગણાય. નિયમોની પરિભાષા છે બહું હાર્દ થવું એ બરાબર નથી તે પ્રજાને ત્રણ વર્ષ સુધી બાકાત રાખવા બરાબર છે. તેને મૂળભૂત અધિકારોથી વંચિત ન રાખી શકાય.
ધારાસભ્યોને કામગીરી અંદાજપત્ર આપવામાં આવ્યો નથી. ધારાસભ્યો પણ પોતાના અધિકાર માટે હાઉસમાં બોલવા દેવામાં આવતા નથી. અધ્યક્ષની છાપ એક તરફી છાપ ઉભી કરે છે. લોકશાહીના સમ્યા સિધ્ધાંતો મુજબ નથી થયું.