જાફરાબાદના તપોવન ટેકરીએ ચાલી રહેલ રામકથામાં અન્નકુટ

869
guj1632018-2.jpg

જાફરાબાદના બાબરકોટ પાટીયા પાસે આવેલ ધર્મસ્તાન તપોવન ટેકરી જ્યાં શક્તિવાસી મહામંડલેશ્વર ૧૦૦૮ રાઘવેન્દ્ર (તપસીબાપુ)દ્વારા નિર્માણ પામેલ લાખો રૂપિયાના ખર્ચ વિશાળ હનુમાનજીના મંદિરનોપાટોત્સવ ભવ્ય પ્રસંગે રામચરિત માનસ કથા ચાલે છે. તે દરમિયાન ગઈકાલે અન્નકુટ દર્શન યોજાયો હતો. અને રાત્રીના ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયેલ જેમાં માયાબેન દુધરેજીયા, અને મેરામભાઈ ગઢવીએ ભજનની રમજટ બોલાવી હતી જેમા અન્નકુટના દર્શન માટે જાફરાબાદ શહેર તેમજ આસપાસના ગામનાં લોકોએ લાભ લીધો હતો તેમજ કથાના શાસ્ત્રીનું સન્માન જાફરાબાદ વેપારી એસોસીએશન હરસદભાઈ મહેતા જયેશભાઈ ઠાકર, કનૈયાલાલ મસરૂ, લાલભાઈ મહેતા, દ્વારા શાલ ઓઢાડી કરાયુ હતું.

Previous articleઅધ્યક્ષનો નિર્ણય ગેરબંધારણીય અને મૂળભૂત અધિકારો પરની તરાપ : પૂર્વ સીએમ સુરેશ મહેતા
Next articleનિરાધાર પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજ કીટ વિતરણ કરી લાભુભાઈ સોનાણીએ જન્મ દિવસ ઉજવ્યો