ભાવનગર શહેર અને જીલ્લામાં લોકોએ ઉંધીયુ-પુરી, દહીંવડા, ગુલાબ જાંબુ સહિતના સામગ્રીઓની જયાફત માણી શરદપુનમની ઉજવણી કરી હતી. ભાવનગર શહેરમાં વિવીધ સ્થળોએ આવેલ મિઠાઈ અને ફરસાણની દુકાને સવારથી જ ચટાકેદાર ઉંધીયું, દહીંવડા, ગુલાબજાંબુ સહિતની મિઠાઈનું વેચાણ શરૂ થઈ ગયું હતું. શરદપુનમ નિમિતતે લોકોએ ઉંધીયુ- દહીંવડા સહિતની સામગ્રીની ખરીદી કરી હતી. મોડી સાંજ બાદ શહેરના બોરતળાવ, બાગ-બગીચા સહિતના સ્થળોએ ચંદ્રમાની શિતળ ચંદનીને માણવા લોકો ઉમટી પડ્યા હતાં.