સેક્સી સની લિયોન પાસે હાલ  આઇટમ સોંગ નથી

716

સોશિયલ મિડિયા પર સૌથી વધારે લોકપ્રિય સ્ટાર પૈકીની એક  સની લિયોન હાલમાં કોઇ આઇટમ સોંગ કરી રહી નથી.  તેની સામે નવી સ્ટાર પડકાર ફેંકી રહી છે. હાલમાં તમામ નવી સ્ટાર  જેમ જે દિશા પટની, નોરા ફતેહી સહિતની કલાકારો પડકાર ફેંકી રહી છે. જો કે તે મોટા રોલ માટે પણ આશાવાદી છે. તેની પાસે કોઇ મોટા રોલ ન હોવાના કારણે બાળકો તેની પ્રથમ પ્રાથમિકતા  બની ગઇ છે. બાળકોને લઇને તે કોઇ બાંધછોડ કરતી નથી. તેમની પુરતી કાળજી લઇ રહી છે.  હજુ પણ લોકપ્રિયતાના મામલે સૌથી આગળ છે. સની લિયોન અને તેના પતિ દ્વારા તેમના ત્રણ બાળકોને ખુબ સાવચેતીપૂર્વક  સાચવી રહ્યા છે. તેમના પ્રત્યે ગંભીરતા રાખી રહ્યા છે. તેમના મામલે બન્ને કોઇ બાંધછોડ કરતા નથી. સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબર હવે ત્રણ બાળકોના માતાપિતા બની ચુક્યા છે. સની લિયોને પોતે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આ અંગેની જાહેરાત કરી છે. સાથે સાથે નવજાત બાળકોના ફોટો પણ જારી કર્યા છે. સની લિયોને કહ્યુ છે કે તેમના પરિવારમાં હવે બે જોડકા પુત્રો સામેલ છે. જે પૈકી એક પુત્રનુ નામ અશર સિંહ વેબર અને બીજા પુત્રનુ  નોરા સિંહ વેબર રાખ્યુ છે. સની લિયોને પોતાના બન્ને પુત્રોની સાથે સાથે પુત્રી નિશા કૌર વેબરનો ફોટો પણ જારી કર્યો છે. સોશિયલ મિડિયા પર જારી કરવામાં આવેલા ફોટોમાં સની લિયોન અને તેના પતિ વેબર પણ નજરે પડી રહ્યા છે. લોકપ્રિય સનીએ પોસ્ટમાં લખ્યુ છે કે ભગવાને અમારા માટે પહેલાથી જ તમામ યોજના બનાવીને રાખી હતી.  સની લિયોને કહ્યુ છે કે અમે હવે ત્રણ બાળકોના સૌભાગ્યશાળી માતા પિતા બની ગયા છે. પોસ્ટના છેલ્લે સરપ્રાઇઝ એવરીવન પણ લખ્યુ છે.

Previous articleશરદ પુનમ નિમિત્ત ભાવેણાવાસીઓ ઉંધીયુ-પુરીની જીયાફત માણી
Next articleખુબસુરત વાણી કપુરની વોર બાદ હવે ચારેબાજુ ચર્ચા શરૂ