વડોદરા મેડીકલ કોલેજનાં ગુમ થયેલા વિદ્યાર્થીનાં જવાબદારો સામે પગલાની માંગ

767
guj1632018-1.jpg

વડોદરા કાતે આવેલ ગોત્રી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.નાં ફાઈનલમાં અભ્યાસ કરતો દેવકિશન દેવસીભાઈ કાતરીયા (આહિર)ચિઠ્ઠી લખીને ગુમ થયેલ છે.
મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કોલેજમાં અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુશનના અભ્યાસમાં પ્રેકટીકલ સાથે થીયરીનું પણ મહત્વ છે. કેટલાક તબીબી પ્રધ્યાપકો પ્રેકટીસની પરીક્ષાનો ભય બતાવી વિદ્યાર્થીને દબાવતા જ રહે છે તથા વિદ્યાર્થીઓ મુંગા મોઢે સહન કરતા હોય છે અને વિદ્યાર્થીઓ આ બાબતે જાહેરમાં રજુઆત કરતા પણ ગભરાઈ છે. ગોત્રી મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ દેવકિશન કાતરીયાએ લીધેલ પગલા પાછળ પ્રાધ્યાપકની વ્હાલાદવલાની નીતિ કારણભૂત છે. દેવકિશનના હાથમાં ફેકચર થયુ હતું. આથી દર બે મહિને લેવાતી પ્રેકટીકલની ગાયનેકોલેજી વિષયની ઈન્ટર પરીક્ષા આપી શક્યો ન હતો. આ અંગે દેવકિશન કાતરિયો પ્રાધ્યાપકને રજુઆત કરી હતી તથા તેને બીજી બેચ સાથે પોતાની પરીક્ષા લઈ લેવા અંગે વિનંતી કરી હતી પરંતુ પ્રધ્યાપકે તેની વિનંતી ગ્રાહ્ય રાખી ન હતી. જેના કારણ દેવકિશન કાતરિયા એક ચિટ્ઠી લખીને ગુમ થઈ ગયેલ છે તથા હજુ તેનો કોઈ પત્તો મળેલ નથી.
દેવકિશન કાતરીયાએ લખેલ ચિઠ્ઠીમાં જણાવેલ છે કે મનેજાણી જોઈને નાપાસ કરવામાં આવેલ છે. તેવુ મને ૧૦૧ ટકા લાગી રહ્યુ છે. કારણ કે મારા વાઈવા સારા ગયા છે. વાઈવા વખતે સરે વેરીગુડના કોમ્પલીમેન્ટ આપ્યા હતા. તેના જણાવ્યા મુજબ ગોત્રી મેડિકલ કોલેજમાં લાગવગશાહી ચાલે છે, જે લોકોની લાગવગના હોય તે લોકો જ નાપાસ થાય છે. અને મને કોલેજના પ્રોફેસર ઈન્ટરનલી દ્વારા ઈન્ટેશનલ ફેઈલ કરવામાં આવેલ છે. આ અન્યાયના કારણે તેણે આ પગલુ ભરેલુ છે. આ ઘટનાને કારણે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ઉભો થયેલ છે.
એક ગંભીર તથા દુઃખદ ઘટના છે આ બાબતની જરૂરી તપાસ થાય અને જવાબદાર સામે પગલા ભરવા અખિલ ભારતીય યદુવંશી મહાસભાનાં ઉપપ્રમુખ ડો.હીતેષ હડીયા તથા રાજુલા શહેર પ્રમુખ રમેશ કાતરીયા દ્વારા રાજુલા કલેકટરને લેખીત રજુઆત કરી હતી.

Previous articleનિરાધાર પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજ કીટ વિતરણ કરી લાભુભાઈ સોનાણીએ જન્મ દિવસ ઉજવ્યો
Next articleવિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી લગ્નની ૧૦મી વર્ષગાંઠ ઉજવતું દંપત્તિ