સિંહની પજવણી બાદ હવે ગુજરાતના જંગલોમાં દીપડાની પજવણી થઈ રહી છે, જેનો વીડિયો સિંહની પજવણી બાદ હવે ગુજરાતના જંગલોમાં દીપડાની પજવણી થઈ રહી છે, જેનો વીડિયો સામે આવતા જ વન વિભાગ દોડતું થયું છે. ૪ થી વધુ યુવાનો દ્વારા દીપડાના બચ્ચાને પકડીને તેની પજવણી કરાઈ રહી છે. યુવકોએ દીપડાના બચ્ચાને બોચીથી બિન્દાસ્ત પકડ્યું છે અને તેની સાથે ગમ્મત કરી રહ્યા છે. ત્યારે આ મામલે રાજ્યભરના પ્રાણીપ્રેમીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ, ગીર ફોરેસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા પજવણી કરનારા યુવકોને શોધનારાને ૨૫ હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
દીપડાના બચ્ચાના વાયરલ વીડિયો મામલે વનવિભાગે સઘન તપાસ શરૂ કરી છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ૪ યુવાનો દ્વારા દીપડીના બચ્ચા સાથે વિકૃત આનંદ માણી રહ્યા છે. માતાથી વિખુટા પડેલ બચ્ચા સાથે યુવાનોએ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. ત્યારે ગીર ફોરેસ્ટ ટાસ્ક ફોર્સ દ્વારા આ યુવાનોને પકડવા માટે ૨૫ હજારનું ઈનામ જાહેર કરાયું છે. વન વિભાગે કહ્યું કે, દીપડાના બચ્ચાને પરેશાન કરનારનો કોઈ પત્તો આપશે તેને ૨૫ હજારનું ઇનામ આપવામાં આવશે. ગીર ફોરેસ્ટની ટાસ્ક ફોર્સ દ્વારા આ ઈનામની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગીર જંગલમાં જંગલી જાનવરોને પજવણી કરનારાઓને પકડવા પહેલીવાર જાહેર ઈનામ જાહેર કરાયું છે.