બેંકોના મેગા મર્જરની પ્રક્રિયા સાનુકુળરીતે જ ચાલી રહી છે

329

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે કહ્યું હતું કે, સરકારી બેંકોના મેગા મર્જરની પ્રક્રિયા ખુબ જ સાનુકુળરીતે ચાલી રહી છે. જાહેર ક્ષેત્રની બેંકોના ચીફ મેનેજિંગ ડિરેક્ટરો સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા પ્રગતિ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. દરેક બાબતો સારી દિશામાં આગળ વધી રહી છે. બેંકિંગ ક્ષેત્રમાં મોટી કવાયતના ભાગરુપે સરકારે પીએસબીમાં ચાર મોટા મર્જરની જાહેરાત કરી છે. આની સાથે જ ૨૦૧૭માં ૨૭ બેંકોથી ઘટીને કુલ બેંકોની સંખ્યા ૧૨ થઇ ગઇ છે. આ હિલચાલ સરકારી બેંકોને વૈશ્વિક સ્તરની મોટી બેંકો બનાવવાની રહેલી છે. નાણામંત્રાલયનું કહેવું છે કે, નવ દિવસના કાર્યક્રમ અથવા તો પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલા બેંકોના લોન મેળામાં ૮૧૭૮૧ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. નાણા સચિવ રાજીવ કુમારે કહ્યું હતું કે, એક તબક્કાના કાર્યક્રમમાં ૮૧૭૮૧ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝના સંદર્ભમાં નાણામંત્રીએ કહ્યું હતું કે, કોર્પોરેટ બાબતોના મંત્રાલય તરફથી એવી કંપનીની યાદી તૈયાર કરી લેવામાં આવી છે.

જેમાં જણાવવામાં આવ્યું છે કે, ૪૦૦૦૦ કરોડથી વધુની જવાબદારી રહેલી છે. આ મામલામાં આંકડામાં ઉંડી તપાસ કરવામાં આવશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે, દેશમાં તમામ બાબતો અને બેંકોની મેગા મર્જરની પ્રક્રિયા સાનુકુળરીતે ચાલી રહી છે. નાણામંત્રાલયના કહેવા મુજબ જંગી લોનની ફાળવણી લોન મેળા દરમિયાન કરવામાં આવી હતી. નાના કારોબારીઓ માટે લિક્વિડીટીની ખાતરી કરવાના હેતુસર સીતારામને કહ્યું હતું કે, બેંકોને એમએસએમઈ સેક્ટરને ડિસ્કાઉન્ટિંગ ફેસેલિટી ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. મોટા કોર્પોરેટ તરફથી ડ્યુ પેમેન્ટ છતાં આ રકમ આપવા કહેવામાં આવ્યું હતું.

Previous articleગાંધીનગર નજીક દોલારાણા વાસણા(બાપુપુરા) પાસેથી દિપડાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન  કરાયું
Next articleમોટી ઘાત ટળી : ૧૪ રાજ્યોમાંથી ISના ૧૨૭ આતંકવાદી પકડાયા