આજના યુગમાં લગ્નના દસ વર્ષ પૂર્ણ થતા ઉજવણી અવનવી કરવામાં આવી છે ત્યારે આજે એવા લગ્નના દસ વર્ષ પૂરા થતા હોવાથી તેઓ વિદ્યાર્થીઓને ચોપડા, પેન, નાસ્તા બોકસ પેન્સિલ, રમકડાં આપીને અનોખી રીતે લગ્નની તારીખની ઉજવણી કરવામાં આવી છે.
મુકેશભાઈ બી વાઝા વર્ષાબેન એમ વાંઝા જાફરાબાદના લગ્નની તારીખના દિવસે જરૂરરીયાત મંદના બાળકોને ભેટ આપી પોતાના લગ્ન દસ વર્ષ પૂરા થતા ઉજવણી કરી હતી.
જાફરાબાદ તાલુકાના વઢેરા ગામની આંગણવાડી કેન્દ્ર ૩૮ ખાતે ઉજવણીમાં આંગણવાડીના સંચાલીકા દિવાળીબેન તથા આંગણવાડીના તેડાગર ફુલબાઈબેન તેમજ સાથી મિત્રો મિતલબેન ચૌહાણ તથા ઉષાબેન વાંસ ભાવનાબેન સોંઢરવા હરેશભાઈ બાંભણીયા સી.એલ. પરમાર પ્રવિણભાઈ બાંભણીયા કિશોરભાઈ ધાખડા ઉપસ્થિત રહ્યા હતા.