ભાવનગરમાં થતી સ્કાઉટ પ્રવૃતિ સમગ્ર રાજયમાં અવ્વલ માનવામાં આવે છે અને ભાવનગરના સ્કાઉટ-ગ્ઈડ હંમેશા ઉત્તમ દેખાવ કરતા આવ્યા છે. આ પરંપરા જાળવી વધુ એકવાર સમગ્ર રાજયમાં જનરલ ચેમ્પીયનશીપ મેળવી છે.
તા. ૮ થી ૧૧ માણસા- ગાંધીનગર ખાતે આયોજીત ર૭મી ભારત સ્કાઉટ-ગ્ઈડ ગુજરાત રાજયરેલીમાં રાજયમાંથી રર જીલ્લાના ૧૦૦થી વધુ સ્કાઉટ-ગાઈડે ભાગ લીધો હતો. આ સ્કાઉટ-ગ્ઈડ વચ્ચે કેમ્પ ફાયર, ટેન્ટ પીચીંગ, માર્ચ પાસ્ટ સહિતની આઠ સ્પર્ધાઓ અને અન્ય ૪ પ્રવૃત્તિઓ થઈ હતી. આ તમામમાં ભાવનગરના સ્કાઉટ (ભાઈઓ) અને ગાઈડ(બહેનો)એ શ્રેષ્ઠ દેખાવ કરી પ્રથમ – દ્વિતીય નંબર મેળવ્યો હતો. ૧૧મીએ પુર્ણાહુતિના દિવસે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલની ઉપસ્થીતિમાં પરિણામો જાહેર થયા બાદ સ્કાઉટ વીભાગ અને ગાઈડ વીભાગ બંનેમાં ભાવનગરઅને અવોરઓલ શ્રૈષ્ઠનો પ્રથમ શિલડ મેળવ્યા હતાં અને સમગ્રતાનો જનરલ ચેમ્પીયનશીપ શીલ્ડ- ટ્રોફિ પણ મેળવી અવ્વલ રહેવાનો ક્રમ જાળવી રાખ્યો હતો.
શિલ્ડ એનાયત કરવા સમયે નિતિનભાઈ પટેલએ ભાવનગરની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસે કેમ્પ ફાયરના ઉદ્દઘાટક પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ ભાવનગરમાં થતી ઉત્તમ સ્કાઉટ પ્રવૃતિને પોતાના વકતવ્યમાં બિરદાવી હતી. જિલ્લા મંત્રી – કન્ટીજન લીડર અજયભાઈ ભટ્ટ, ગાઈડ લીડર કમિશ્નર દર્શનાબેન ભટ્ટના નેતૃત્વમાં હર્ષ મકવાણા, કાજલબેન પંડયા, યુવરાજ ડોડીયાની જહેમતથી ભાવનગરના ૧૮ સ્કાઉટ- ૧૩ ગાઈડએ આ સિધ્ધી મેળવી હતી. ભાવ. જીલ્લા સ્કાઉટ-ગાઈડ સંઘના ચીફ કમિશ્નર એન.એફ.ત્રિવેદી, પ્રમુખ નિશીથભાઈ મહેતા કમિશ્નર જયેશભાઈ દવે સહિતનાએ સમગ્ર ટીમે અભિનંદન પાઠવ્યા હતાં.