નાત-જાતના ભેદભાવ વગર સંવેદનશીલ વ્યક્તિઓનો સમુહ નિજાનંદ પરિવાર ભાવનગર સંસ્થારૂપે કામ કરે છે. અને સમાજમાં જુદ-જુદા ક્ષેત્રમાં મુક સેવક રૂપે અનેરૂ યોગદાન આપતા મહાનુભાવોનું સન્માન કરી પ્રેરણા મેળવે છે.ત ે અન્વ્યે ભાવનગરનું નામ કાયમચુર્ણથી ભારતભરમાં ગુંજતું કરનાર ઉદ્યોગપતિ દેવેનભાઈ શેઠ ૧પ૦૦૦ વૃક્ષોનું પોતે જતન કર્યું છે. લાખો વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવ્યું છે. પર્યાવરણની આ અનુપમ સેવા બદલ નિજાનંદ પરિવાર-ભાવનગર દ્વારા સન્માન કરાયું હતું. આ પ્રસંગે નિજાનંદ પરિવારના ડો. ધવલભાઈ દવે, પાર્મીતભાઈ પંડિત, અનિલભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતાં.