ભાવનગર સીટી એમ.એચ.ઠાકર નાં માર્ગદર્શન સંદર્ભે ભરતનગર પોલીસ સ્ટેશનનાં આર.બી.વાધિયા.સા.ની સિધ્ધી સુચનાં અને માર્ગદર્શન મુજબ ભરતનગર ડી.સ્ટાફનાં ડી.સી.ગોહિલ તથા એમ.એન.ચુડાસમા તથા મહેન્દ્રસિંહ કે સરવૈયા તથા ઇરફાનભાઇ એસ અગવાન તથા ઁ હરપાલસિંહ ગોહિલ એ રીતેનાં પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન દ્વારા પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પેટ્રોલીંગમાં ફરતા ફરતાં સાથેનાં પો.કોન્સ મહેન્દ્રસિંહ કે સરવૈયા તથા પો.કોન્સ.ઇરફાનભાઇ અગવાન નાઓને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે જી.એમ.ડી.સી.ટાઉન શીપ પાસે આવેલ તખ્તેશ્વર રેસીડેન્સીની પાછળનાં ભાગે આવેલ સ્ટ્રીટ લાઇટનાં અંજવાળમાં અમુક ઇસમો ગોળ-કુંડાળું વળી ગંજી-પાના તથા પૈસા વતી અંદર-બહાર હાથ-કાપનો હાર-જીતનો જુગાર રમે છે જે હકીકત મળતાં તુર્તજ બે રાહદારી પંચોને બોલાવી જરૂરી વાતચીત કરી જુગાર રમતાં અંગેની માહિતી આપી પંચો રૂબરૂ જુગાર અંગે રેઇડ કરતાં જાહેરમાં પાંચ ઇસમો ગોળ-કુંડાળું વળી પૈસા પાના વડે અંદર-બહાર હાથ-કાપનો હાર-જીતનો જુગાર રમી-રમતાં જોવામાં આવતાં તુંરત જ તેઓની પાસે જઇ કોર્ડન કરી જેમનાં તેમ બેસાડી વનરાજભાઇ ભરતભાઇ ચાવડા , રમેશભાઇ ખોડાભાઇ ખસીયા, શકિતભાઇ બળવંતભાઇ , ભરતસિંહ મહેન્દ્રસિંહ ઠાકુર, રેવતુભા ગોપાલજી જાડેજાવાળાઓ પાસેથી જાહેરમાં અંદર-બહાર હાથકાપનો હાર-જીતનો જુગાર રમતાં પટ્ટમાથી જુગાર રમવાનો ગંજીપાનાનો કેટ નંગ.૦૧.પાના.નં. ૫૨,તેની કિમંત. રૂ.૦૦/૦૦- તથા રોકડા,રૂ,૧૨,૮૧૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપી વિરૂધ્ધ જુગાધારા કલમ ૧૨,મુજબ પો.કોન્સ. મહેન્દ્રસિંહ કે સરવૈયા એ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ..