બોટાદ જીલ્લાના રાણપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાણપુર દ્વારા તારીખ.૧૩.૧૦.૨૦૧૯ ના વાલ્મિકી જયંતી અને શરદ પૂર્ણિમાં ના દિવસે રાણપુરની નારેચણીયા વાડી ખાતે વિજયાદશમી ઉત્સવ ઉજવાયો હતો.જેમાં સાંજે ૫ વાગ્યે સંઘ દ્વારા ગણવેશ અને જયઘોષ સાથે પથ સંચલન કાઢવામાં આવ્યુ હતુ ચારેચણિયાની વાડીએ થી પથ સંચલનનો પ્રારંભ થયો હતો મેઈનબજાર સહીત પથ સંચલનનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા સૂર્યનમસ્કાર અને વ્યાયામ યોગ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રાંત બૌદ્ધિક ટોળી સદસ્ય દેવેન્દ્રભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર તમામ સ્વયંસેવકોને પ્રવચનમાં સંઘનો સ્થાપના શા માટે થઈ,વર્તમાન સમયમાં સંઘ કાર્યની આવશ્યકતા વિશે વાતો કરી હતી.જ્યારે કાર્યક્રમ ને અંતે શસ્ત્રપુજન કરવામાં આવ્યુ હતુ.