ભાવનગર ટ્રાફિક શાખા, આરટીઓ અને ઈસ્કોન કલબના સહયોગથી તાજેતરની રંઘોળાની ઘટનાને લઈને અકસ્માત પહેલા શું કાળજી રાખી શકાય તે માટેનો ટ્રાફિક સેમિનાર યોજાયો. આ પ્રસંગે મેયર નિમુબેન બાંભણીય, ગોહિલવાડ રાજપુત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, વિરમાધાતાના રાજુભાઈ સોલંકી, ફોટોગ્રાફર એસોસીએશનના વિપુલભાઈ, રાજધાનીના નયનાબેન વેગડ, રીક્ષા ચાલક મમતાબેન, સીટીઝન કાઉન્સીલના રાકેશ ભડીયાદ્રા, સોશ્યલ ઈસ્ટના કાર્તિકભાઈ, રઘુવંશી સમાજના ભાવેશ કોટેચા, હાજર રહ્યા હતાં. આ પ્રસંગે સેમિનારના મુખ્ય વકતા ડો. અજયસિંહ જાડેજાએ ભાવનગરની જનતાને અકસ્માતથી કેવી રીતે બચાવી શકાય તેવી સંપુર્ણ માહિતી આપી હતી. આ પ્રસંગે મેયર નિમુબેને જણાવ્યું કે અજય જાડેજા જેવા ટ્રાફિકના ટ્રેનર ભાવનગર માટે આર્શિવાદ રૂપ છે. વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું કે અજય જાડેજાએ સમાજનું જ નહીં સમગ્ર ભાવનગરનું ગૌરવ છે. તેઓએ આજની ટ્રાફિકની હાલતને વખોડી અને અમારા સમાજના મેળાવડામાં અમે ટ્રાફીકની ચર્ચાઓ કરશું. આ પ્રસંગે વિરમાંધાતાના રાજુભાઈ સોલંકીએ કહ્યું કે અમારો સમાજ આ વિષયમાં બિલકુલ અજાણ છે. ભાવનગરના અલગ-અલગ વીસ્તારોમાં આવા સેમિનાર કરીને લોક જાગૃતિ મેળવશું. જેના કારણે ભવિષ્યમાં રંઘોળા જેવી ઘટનાના બને. મેયરે આ સેમિનાર માટે ટ્રાફિક શાખા, આર.ટી.ઓ. અને ઈસ્કોનના આનંદભાઈ ઠકકરને અભિનંદન પાઠવ્યા અને આ કાર્યને વેગ મળેત ેવુ જણાવ્યું. કાર્યક્રમનું સંચાલન ભાવેશ વાધેલાએ કર્યું.