સિહોરમાં વરસાદી પાણીના નિકાલ માટે તોડાયેલ નાળુ રીપેરીંગ કરવાની માંગ સાથે આવેદન

418

વૃંદાવન સોસાયટી અને સિંધી કોલોની વચ્ચે થી સિહોર ઉપરવાસ થી આવતા વરસાદી પાણી નું નહેરુ આવેલ છે જેમાં ડુંગરનું પાણી આવતું હોવાથી સોસાયટી પાછળના ભાગેથી પસાર થાય છે અને ગામમાંથી સોસાયટી માં આવતા જાવા માટે ના રસ્તો સિંધી કોલોની બાજુથી નહેરુ ઉપરથી પસાર થતો રસ્તો જે  લગભગ ૨૫ વર્ષ પહેલાથી નાળુ બનાવેલ હતું જેમાં વરસાદમાં તણાઈ આવેલ કચરો ભરાઈ જવાથી અને અમુક સ્થાનિક લોકો દ્વારા લાખો ની જમીન પર દબાણ કર્યું હોવાથી જે  પાણીનો નિકાલ થવો જોઈએ તે બંધ થઈ ગયેલ હતો જેથી પાણી આગળ ન જવાથી સોસાયટી ના અમુક ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું અને સ્થાનિક દ્વારા પાલિકા માં અવાર નવાર રાજુવાતો કરવા છતાં કોઈ પગલાં લીધેલ નથી સોસાયટી ના રહીશો દ્વારા રાજુવાત કરતા પાલિકા કોઈપણ જાતનું અયોજન વગર કે પ્લાનિંગ વગર કોઈપણ જાતનો વિકલ્પ વિચાર્યા વગર રોડ તોડીને પાણીનો નિકાલ કર્યો તો શું તેને  સરકારી જમીન નું દબાણ ન દેખાયું કે એમાં પણ પોલમ પોલ જો એ સમયે દબાણ દૂર કરાવ્યું હોત તો પાણીના નિકાલ માટે નાળા ને તોડવું ના પડેત અને પાણીનો સરળ નિકાલ થાત અને તોડેલ નાળુ આજદિન સુધી રીપેર કરવામાં આવ્યું નથી જેના લીધે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે જે સત્વરે રીપેર થાય તેની માટે સ્થાનિક રહીશો દ્વારા અરજી સ્વરૂપે પાલિકામાં રાજુવાત કરવામાં આવી હતી

Previous articleમાતાજીનાં સ્વાંગ ભારે આકર્ષણ જમાવ્યું
Next articleબગદાણા ગામ ખાતે થયેલ મર્ડરના આરોપીને ઝડપી લેતી પોલીસ