બેલગ્રેડના પાટનગર સર્બિયા મુકામે ૧૪૧મી આઈપીયુ એસેમ્બ્લીની બેઠકમાં ભાગ લેતા સાંસદ ભારતીબેન શિયાળ

511

લોકસભા અધ્યક્ષ માન.ઓમ બિરલાજી ની અધ્યક્ષતામા લોકસભાના-૪ (ચાર) સાંસદસભ્યઓ અને રાજ્યસભાના-૩ (ત્રણ) સભ્યઓનું ડેલીગેશન માં ૧૫-ભાવનગર વિસ્તાર ના સાંસદ ડો.ભારતીબેન શિયાળ “ઇન્ડીયન પાર્લામેન્ટરી ડેલીગેશન ૧૪૧ એસેમ્બલી  ઓફ ધ ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન ની બેઠક માં ભાગ લેશે.

તા.૧૩ મી ઓક્ટોબર ૨૦૧૯ થી તા.૧૭ ઓક્ટોબર-૨૦૧૯ એમ પાચ(૫) દિવસ સુધી ચાલનારા આ સંમેલન માં જુદા-જુદા દેશના લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદો તેમના દેશના લોકહિતમાં અને સમગ્રમાનવ જાતના હિતમાં વિકાસયાત્રા અંગે પોત-પોતાના દેશની સરકારના મહત્વના કર્યો અંગે ચર્ચા-વિચારણા કરીને એજન્ડા મુજબના મહત્વના નિર્ણયો લેવામાં આવશે અને ૧૪૧ મી એસેમ્બલી  ઓફ ધ ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન માં પાસ કરવામાં આવેશે.

તા.૧૪ મી ઓકટોબર-૨૦૧૯ ના રોજ સવારના ૯/૦૦ કલાકે લોકશાહી અને માનવ અધિકાર અંગેની સ્થાયી સમિતિ બેઠક માં સાંસદ ડો.ભારતીબેન શિયાળ દ્વારા સ્વાસ્થ્યનો અધિકાર સુનિશ્ચિત કરવામાં સાંસદની ભૂમિકા અંગે માહિતી આપતા જણાવેલ કે દરેકને પોતાને અને તેના કુટુંબના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પર્યાપ્ત જીવનધોરણનો અધિકાર છે” અને સંવિધાનના બંધારણમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ), “આરોગ્યના ઉચ્ચતમ પ્રાપ્ય ધોરણનો આનંદ એ જાતિ, ધર્મ, રાજકીય માન્યતા, આર્થિક અથવા સામાજિક સ્થિતિના ભેદ વિના દરેક માનવીના મૂળભૂત અધિકારમાંનો એક છે”,મહિલા અને બાળકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આરોગ્યના અધિકારને આગળ વધારવા જે પ્રયત્નો થઇ રહેલ છે તે સમગ્ર માનવ જાતના હિતમાં વિકાસયાત્રા છે. વિશ્વવ્યાપી સરકારોએ ૨૦૩૦ સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (એસડીજી) ના લક્ષ્યાંક તરીકે વૈશ્વિક સ્વાસ્થ્ય કવરેજ (યુએચસી) હાંસલ કરી છે અને તે માટે વૈશ્વિક ક્રિયા યોજના જેવા સ્વાગત સંકલન મિકેનિઝમ્સનું સ્વાગત કરતા સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું. યુએચસી ૨૦૩૦ સહિત, બધા અને મલ્ટિલેક હોલ્ડર પ્લેટફોર્મ્સ માટે સ્વસ્થ રહેવા અને સુખાકારી આરોગ્ય સેવાઓ, દર્દીની સલામતી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળના સ્વાસ્થ્ય પ્રણાલીના શાસનના મુખ્ય ભાગો તરીકે સ્વાસ્થ્યને સુધારવા અને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણ સશક્તિકરણના મહત્વ પર ભાર મુકેલ

મહિલાઓ, બાળકો, કિશોરો અને અન્ય સંવેદનશીલ જૂથો માટે ખાસ કરીને પ્રાથમિક સંભાળના સ્તરે આવશ્યક સેવાઓ સહિત આરોગ્ય-સંભાળ સેવાઓની ઉપલબ્ધતા થાય અને સૌને પરવડે તેવી આરોગ્ય સેવાઓ માટેની વિસ્તુત માહિતી ભારતદેશના વિવિધ એજન્ડા મુજબ આપી હતી.

“ઇન્ડીયન પાર્લામેન્ટરી ડેલીગેશન ની ૧૪૧ મી એસેમ્બલી  ઓફ ધ ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન માં વિવિધ દેશોના સાંસદશ્રીઓની (પ્રતિનિધિઓ) ઉપસ્થીમાં ખુબજ અગત્યતા  ધરાવતા  વિવિધ દેશોના રાજકીય-સામાજિક,સીમા સંરક્ષણ,વિકાસ તેમજ આંતરિક સબંધો વધારવા ધંધા રોજગાર લક્ષી ઉધોગોની સ્થાપના જેવા અનેક મુદ્દાઓની ગંભીરતા પૂર્વક વિચારણા કરીને ભારતદેશના વિવિધ એજન્ડા મુજબના ઠરાવો પાસ કરવામાં આવશે. ડેલીગેશન ની સંપૂર્ણ સફળતા માટે ભારતદેશના લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીની આગેવાનીમાં લોકસભા-રાજ્યસભા બંને ગૃહના જન.સેક્રેટરીશ્રીઓ તેમજ વિવિધ દેશોની બેલગ્રેડ ખાતેની એમ્બેસીના અધિકારીશ્રીઓ સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleબગદાણા ગામ ખાતે થયેલ મર્ડરના આરોપીને ઝડપી લેતી પોલીસ
Next articleહોટ ફોટોશુટ મારફતે દિશા હોટ સ્ટાર વોરમાં આગળ છે