ભારતીય ક્રિકેટર્સ ઈરફાન પઠાણ અને હરભજન સિંહ હવે અભિનયની ફિલ્ડમાં નવી ઇનિંગ્સ શરૂ કરી રહ્યા છે. બંને ખેલાડીઓ તમિલ ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યા છે. આવનાર ફિલ્મ ’વિક્રમ ૫૮’માં ઈરફાન મુખ્ય ભૂમિકામાં દેખાશે. જ્યારે સ્પિનર હરભજન સિંહ ’ડિક્કીલૂના’માં ડેબ્યુ કરશે. બંને ખેલાડીઓએ પોતાના ટિ્વટર એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપી હતી. ’વિક્રમ ૫૮’ને અજય નાનામુથુ અને ’ડિક્કીલૂના’ને કાર્તિક યોગી ડાયરેક્ટ કરી રહ્યા છે. ઇરફાને વીડિયો શેર કરતાં કહ્યું કે, નવા કામ અને નવા પડકાર માટે તૈયાર છું. તેણે વીડિયોમાં પોતાના ક્રિકેટિંગ કરિયરના આંકડા પણ શેર કર્યા હતા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડિસેમ્બર ૨૦૦૩માં ડેબ્યુ કરનાર પઠાણે પોતાની અંતિમ ટેસ્ટ એપ્રિલ ૨૦૦૮માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમી હતી. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ મેલબોર્ન વનડેમાં જાન્યુઆરી ૨૦૧૪માં ડેબ્યુ કર્યું હતું. તેમજ પોતાની વનડે ઓગસ્ટ ૨૦૧૨માં શ્રીલંકા સામે રમી હતી. ઇરફાને પોતાના કરિયરમાં ૨૯ ટેસ્ટમાં ૧૧૦૫૬ રન કર્યા અને ૧૦૦ વિકેટ લીધી હતી. હરભજને માર્ચ ૧૯૯૮માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની અંતિમ મેચ ઓગસ્ટ ૨૦૧૫માં શ્રીલંકા સામે રમી હતી. હરભજને કિવિઝ વિરુદ્ધ ૧૯૯૮માં વનડે ડેબ્યુ કર્યું હતું.