૨૦૨૩થી દર વર્ષે વર્લ્ડ ટી-૨૦, ૩ વર્ષે વર્લ્ડ કપ યોજવાની યોજના, બીસીસીઆઈનો વિરોધ

442

આઈસીસી ૨૦૨૩થી ક્રિકેટની મલ્ટી નેશનલ ટૂર્નામેન્ટ્‌સના આયોજનના સમયમાં ફેરફાર કરવા માટે વિચારી રહ્યું છે. તે ૨૦૨૩થી ૨૮ સુધી દર વર્ષે વર્લ્ડ ટી-૨૦ અને દર ૩ વર્ષે વન-ડે વર્લ્ડ કપ કરાવવા માગે છે. આઈસીસીનું માનવું છે કે તેનાથી ક્રિકેટના વિસ્તરણમાં મદદ મળશે. આ સાથે જ ગ્લોબલ મીડિયા રાઈટ્‌સ થકી આઈસીસી રેવેન્યૂમાં વધારો થશે. હાલ વર્લ્ડ ટી-૨૦ દર ૨ વર્ષે અને વર્લ્ડ કપ દર ૪ વર્ષે યોજાય છે.

હવે બીસીસીઆઈને ડર છે કે, આઈસીસીની આ યોજનાના કારણે તેની મીડિયા રાઈટ્‌સ થકી થતી કમાણીમાં ઘટાડો જોવા મળી શકે છે. કારણ કે, જો દર વર્ષે આઈસીસીની પ્રીમિયમ ટૂર્નામેન્ટ્‌સ યોજાશે તો બ્રોડકાસ્ટર્સ તેના રાઈટ્‌સ મેળવવા માટે પૈસા ખર્ચ કરવા પ્રાથમિકતા આપશે, ના કે દ્વિપક્ષીય સીરિઝ માટે. અત્યાર સુધી બીસીસીઆઈને ભારતીય ટીમની દ્વિપક્ષીય સીરિઝથી ઘણો ફાયદો થતો રહ્યો છે. જો સ્ટાર સ્પોટ્‌ર્સ અને સોની જેવા બ્રોડકાસ્ટર્સ પાસે આ વર્ષના બજેટમાં ૧૦૦ રૂપિયા હોય તો અત્યાર સુધી ૬૦ રૂપિયા જેટલી રકમ બીસીસીઆઈને મળતી હતી. જોકે હવે જો આઈસીસીની ટૂર્નામેન્ટ્‌સ યોજાય તો આ રકમ આઈસીસીને મળશે અને ભારતને બાકીની રકમમાંથી ભાગ દ્વિપક્ષીય સીરિઝ માટે મળશે.

Previous articleઈરફાન પઠાણ અને હરભજન સિંહ તમિલ સિનેમાથી ફિલ્મોમાં ડેબ્યુ કરશે
Next articleસમયસર ટેક્સ રિટર્ન નહીં ભરવાથી મુશ્કેલી થઈ શકે