તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈને કડક પગલા લેવામાં આવી રહ્યા છે. સર્વે કરાયા બાદ નોટીસો પાઠવવામાં આવી હતી. જોકે, ફાયર સેફ્ટી ઉભી ન કરવામાં આવતા ફાયર વિભાગે લાલ આંખ કરી છે અને ત્રણ માર્કેટ સહિત પાલ રોડ પર આવેલા સિલ્વર પોઇન્ટ બિલ્ડીંગની ૭૫ ઓફીસ અને દુકાન સીલ મારી દેવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, જુલાઈ માસમાં આપવામાં આવેલી નોટીસ છતા ફાયર સેફ્ટી ઉભી ન કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા પાલ રોડ પર આવેલી સિલ્વર પોઇન્ટ બિલ્ડીંગની ૭૫ ઓફીસ અને દુકાન સીલ કરી દેવામાં આવી છે. સાથે સાથે જગદંબા માર્કેટ, મનોજ માર્કેટ અને એમજી માર્કેટને ફાયર વિભાગ દ્વારા ૨૦ જુલાઈના રોજ ફાયર સુવિધા ઉભી કરવા માટે નોટીસ પાઠવવામાં આવી હતી. જોકે, ફાયર સેફ્ટી ઉભી ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે.