લીંબડી નેશનલ હાઈવે પર કાર ડિવાઈડર કુદાવીને સામેથી આવતા ટ્રેલર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે પહેલા લીંબડી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ લઇ જવામાં હતા. અમદાવાદથી ધ્રોલ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો.
લીંબડી હાઈવે પર અકસ્માતો થવાનો સીલસીલો અટકવાનું નામ જ લેતો નથી. ત્યારે અમદાવાદથી ધ્રોલ જઈ રહેલા પરિવારને લીંબડી નેશનલ હાઈવે પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવીને સામેથી આવતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર વિનોદભાઈ ગોસાઈનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ વિનુભાઈ દેશમુખભાઈ, હિરેન સામંતભાઈ અને સુરેશગીરીને ઈજાઓ પહોંચી હતી. પોલીસે તાત્કાલીક દોડી જઇ ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. મૃતકની પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે.