શકિતવંદના સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન ભાવનગરની કલાપથ સંસ્થા દ્વારા કરાશે

1786
bvn1992017-5.jpg

ગુજરાત રાજય નવરાત્રી મહોત્સવ- ર૦૧૭ની ભવ્યાતિ ભવ્ય ઉજવણી અમદાવાદ ખાતે જીએમડીસી મેદાનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રીઓ દેશ-વિદેશના આમંત્રિત મહાનુભાવો અને વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં તા. ર૧-૯-ર૦૧૭ને ગુરૂવાર પ્રથમ નવરાત્રીએ શકિત વંદના શિર્ષક અંતર્ગત માં આદ્યશકિતની આરાધનાનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ મેગા પ્રોજેકટના ડિરકેટર તરીકેની જવાબદારી ભાવેણાની કલાસંસ્થા ‘કલાપથ’ના સંચાલક કુશલ દીક્ષિત સંભાળી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમની સફળ રજુઆત માટે અમદાવાદમાં ધામા નાખી ગીતલેખન, ગરબા, સ્ક્રીપ્ટ, સંગીત વગેરે જેવી મહત્વની બાબતો પાર સતત દેખરેખ રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ૧ર વર્ષ પહેલા કલાપથ સંસ્થા એક રાસ મંડળી તરીકે મનુભાઈ દિક્ષીત ડિગાજીએ સ્થાપના કરી હતી. જે સરકારના મેગા પ્રોજેકટ જેવા કે ર૬, જાન્યુઆરી, ગૌરવદિન અને નવરાત્રી વાઈબ્રન્ટના મેગા શો યોજવા સક્ષમ પુરવાર થઈ છે. જે ભાવેણા અને કલાનગરીના કલાકારોનું ગૌરવ છે. નમામી માં નર્મદે, શકિતરૂપે સંહિતા અને ગુજરાતની જીવાદોરી બન્યાની ભાવનાને મુર્તિમંત કરતી પદ્મશ્રિ વિષ્ણુભાઈ પંડયાની સ્ક્રીપ્ટને રાસ-ગરબા, નૃત્ય અને થીમ સોન્ગને સુપ્રસિધ્ધ સંગીતકાર બેલડી પંકજ ભટ્ટ અને માલા ભટ્ટના દિલડોલ સંગીતે મઢેલી ગીતોને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને વણી લેતા ૭૦ મીનીટના નોનસ્ટોપ ટ્રેક પર ગુજરાત અને ભારતના દરેક પ્રદેશના ૩૦૦ કલાકાર ભાઈઓ-બહેનો ઉપરાંત વિદેશી અને વિકલાંગ કલાકારો દ્વારા મુખ્ય રંગમંચ સાથે જોડાયેલા નવ ગોણ રંગમંચ પરથી એકી સાથે એક જ ગીત પર વિવિધ કોરિયોગ્રાફી દ્વારા પોતાની બેનમુન કલાના ઓજસ પાથરી દર્શકોના દિલ જીતી લેશે. એક નોંધનીય બાબત એ છે કે આ રંગારંગ કાર્યક્રમમાં ભાવનગરની સુપ્રસિધ્ધ કલાપથ સંસ્થાના ૧૧પ જેટલા કલાકારો ભાઈઓ-બહેનો ડો. મૃણા ભટ્ટ- દિક્ષિતની રાહબરી નીચે ૧૬ સપ્ટે શનિવારના રોજ વહેલી સવારે પ્રેકટીસ માટે અમદાવાદ જવા રવાના થઈ ચુકયા છે. આ મેગા પ્રોજેકટની ગીત-ગરબાનું રંગદર્શી નૃત્યાકન ભાવિન પટેલ (પનઘટ- ગાંધીનગર) ડો. મૃણાલ ભટ્ટ – દિક્ષિત (કલાપથ- ભાવનગર) કર્યુ છે. પ્રોડકટ વિભાગની જવાબદારી કલાપથના મનીષ પડાયા, ધર્મવીરસિંહ સરવૈયા, ચંદ્રસિંહ ગોહિલ અને મિલન ત્રિવેદી સંભાળી રહ્યા છે. કાર્યક્રમની સફળતા માટે સચિવ પટેલ અને કમિશ્નર ગાંધી જહેમત ઉઠાવી રહ્યા છે. 

Previous articleભાવ. યુનિ. કર્મચારી મંડળ દ્વારા પાવરટ્રેકના સહયોગથી સોલાર રૂફટોપ સેમિનાર યોજાયો
Next articleબ્રહ્મભટ્ટ યુવા નિર્માણ સેનાના હોદ્દેદારોની કરાયેલી વરણી