શહેરના સાંઢીયાવાડ મહમંદીબાગની પાસે રહેતા શખ્સને એલસીબી ટીમે નિલમબાગ સર્કલ પાસેથી સ્કુટર લઈ પસાર થતાં અટકાવી પુછપરછ કરતા તેની પાસે રહેલ એકસીસ સ્કુટર ગીતાજંલિ કોમ્પલેક્ષમાંથી ચોરી કરેલની કબુલાત આપતા પોલીસે અટક કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર,એલ.સી.બી.ની ટીમ પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, નિલમબાગ સર્કલ, એસ.બી.આઇ. બેંકની સામેનાં ભાગે જાહેર રોડ ઉપર આવતાં સફેદ કલરનાં એકસેસ ૧૨૫ સ્કુટરનાં પાછળનાં ભાગે રજી.નંબર-જી.જે -૦૪-બીએમ૪૩૬૫ તથા સ્કુટરમાં જમણી બાજુ બોડી તુટેલ એકસેસ સ્કુટર સાથે ઉસ્માનગની યુસુફભાઇ શેખ (ઉ.વ.૨૩ રહે.મહંમદી બાગની બાજુમાં, ભુતનાં લીંમડા પાસે, સાંઢીયાવાડ, ભાવનગર) મળી આવેલ. તેનાં કબ્જામાં રહેલ એકસેસ સ્કુટર અંગે તેની પાસે આધાર-પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવેલ.જે સ્કુટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં કિ.રૂ.૪૫,૦૦૦/- ગણી શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.અને તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
ઇસમની પુછપરછ કરતાં તેણે ગીતાંજલી કોમ્પ્લેકસ માંથી ઉપરોકત સ્કુટરની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પ્રદ્યુમનસિંહ ગોહિલ, રાકેશભાઇ ગોહેલ, ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા, ભહિપાલસિંહ ચુડાસમા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.