હાલના આધુનિક યુગમાં કોમ્પ્યુટર/મોબાઇલના બહોળા ઉપયોગનાં કારણે પ્રજામાં ઓનલાઇન ખરીદીનો ક્રેઝ ખુબ જ વધવા પામેલ છે. આ દિવાળીનાં તહેવારોમાં પ્રજા તરફથી ઓનલાઇન ખરીદી કરવામાં આવે છે. આવી ખરીદીમાં ખુબ જ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, ઓનલાઇન ખરીદી કરવાની પ્રોસેસમાં છેતરપીંડી કરવાવાળાનું પ્રમાણ ખુબ જ વધી ગયેલ છે.જે ભોળી પ્રજાને લાલચ આપી પોતાની જાળમાં ફસાવી ઓનલાઇન ફ્રોડ કરી પ્રજાનાં પરસેવાની કમાણી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લે છે.આવાં લેભાગુ તત્વોથી ખુબ જ સાવચેત રહેવા માટે આથી પ્રજાને સમજ કરવામાં આવે છે. આવાં ફ્રોડથી બચવા માટે લાલચને કોરાણે મુકી અધિકૃત વેબસાઇટ ઉપરથી ખરીદી કરવામાં આવે તેમજ ખરીદી કરવાની પ્રોસેસ ઉપર વ્યવસ્થિત ધ્યાન આપવામાં આવે. કોઇ પણ અજાણી લીંક કે જેમાં આમ, કરવાથી તમને આટલો ફાયદો થશે અથવા કોઇ લોભામણી જાહેરાત કરી તમને આ વસ્તુ અથવા આટલાં રૂપિયા લાગશે તેવી લીંક ઉપર કયારેય કલીક ન કરવી. આમ કરવાથી તમે ફ્રોડનો શિકાર થવાની શકયતા વધી જાય છે. જેથી ઓનલાઇન ખરીદી કરતી વખતે કે મોબાઇલમાં આવતી સોશ્યલ મીડીયા જેવી કે, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વિગેરેમાં પણ આવી લીંક મોકલી પ્રજાને ભોગ બનાવતા હોવાનાં બનાવો બનવાનું પ્રમાણ ખુબ જ વધતુ રહ્યુ છે. જેથી સાયબર ક્રાઇમ સેલ, ભાવનગર વિભાગ, ભાવનગર તરફથી આ દિવાળીનાં તહેવારોમાં પ્રજાને સાવચેત રહેવા માટે નીચે મુજબનાં મુદ્દાઓ ધ્યાને રાખવા અને તેનો અમલ કરી સુખદ અને સુરક્ષિત દિવાળી મનાવવા અનુરોધ કરવામાં આવે છે.
૧. અમુક માણસો ગ્રાહકોને બેંક મેનેજર તરીકેના ફોન કરી ‘‘તમારા છ્સ્ કાર્ડ બંધ થઇ જશે‘‘ અથવા ‘‘તમને નવુ છ્સ્ ઇસ્યુ કરવાનું છે‘‘. તેવી લોભામણી લાલચ આપી ગ્રાહકોને ભોળવી તેઓની પાસેથી છ્સ્ કાર્ડનો ૧૬ અંકનો નંબર તથા ૪ અંકનો ઝ્રફફ નંબર તથા ગ્રાહકોએ બેંકમાં રજીસ્ટર કરાવેલ મોબાઇલ ઉપર આવતોર્ ં્ઁ નંબર મેળવી ગ્રાહકોના ખાતામાંથી રૂપીયાની ઉઠાંતરી કરી લે છે.જેથી આવી કોઇ પ્રકારની માહિતી કોઇ બેંક કે અન્ય કોઇ તરફથી માંગવામાં આવતી નથી.જેથી આવી કોઇ માહિતી કોઇ પણને આપવી નહિ.
૨. ઓએલએકસ નામની વેબસાઇટ પર વેચવા માટે મુકેલ વસ્તુઓ અંગે પણ પોતે આર્મીમેન હોવાની ખોટી ઓળખ આપી મોબાઇલ ફોન થી વાતચીત કરી છેતરપીંડી કરતાં હોવાનાં બનાવો વધવા પામેલ છે.જેથી જાહેર જનતાને સતર્ક રહી ખરીદી/વેચાણ કરવા જણાવવામાં આવે છે.
૩. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ જેવાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મનાં માધ્યમથી અમુક ખોટી લીંક બનાવી લાલચ આપી ભોળવી લીંક ઓપન કરતાં તમારા એકાઉન્ટની માહિતી સબમીટ કરતાં એકાઉન્ટમાંથી રૂપિયા ઓટો ડેબિટ થઇ જાય છે.
૪. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મનાં માધ્યમથી અમુક માણસો ઓનલાઇન મિત્રતા કેળવી અંગત માહિતીઓ મેળવી પછી બ્લેકમેઇલીંગ કરતાં હોવાનાં કિસ્સાઓ બનવા પામેલ છે. જેથી કોઇ અજાણી વ્યકિત સાથે ઓનલાઇન મિત્રતા કરવી નહિ. જો તમારા મિત્રોની રીકવેસ્ટ આવતી હોય તો પણ ખરાઇ કરી રીકવેસ્ટ સ્વીકારવા જણાવવામાં આવે છે.
૫. ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામમાં પણ અમુક લીંકમાં તમે આટલાં વર્ષની ઉંમર પછી કેવાં લાગશો ? કે તમે ગયા જન્મમાં શું હતાં ? વિગેરે જેવી લીંક ઓપન કરવાથી તમારી ઘણી બધી જરૂરી માહિતીઓ અન્ય પાસે જતી રહે છે.જેથી આવી લીંક ઓપન કરવાથી સાવધ રહેવું.
૬. ફેસબુકમાં મહિલાનાં નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી મિત્રતા કેળવી ફોરેનથી તમને પાર્સલમાં ડોલર, આઇફોન, લેપટોપ, કપડાં વિગેરે લકઝરીયસ વસ્તુઓ મોકલી હોવાનું જણાવી ઉપરોકત વસ્તુઓ અંગે ટેકસ ભરવાનાં નામે તેમજ પાર્સલ છોડાવવાનાં નામે રૂપિયાઓ પડાવી લેવાનાં બનાવો બને છે.જેથી આવાં બનાવો થી ખુબ જ સાવચેત રહેવું.
૭. તમારા ઘરે કૌન બનેગા કરોડપતિમાં તમે રૂપિયા જીત્યા છો.તેમ ટપાલ મારફત અથવા મોબાઇલમાં તમો લોટરી જીતી ગયા છો તેવાં મેસેજ કરવામાં આવે છે.જે ટપાલ તથા મેસેજમાં લખેલ મોબાઇલ ફોન પર કોલ કરતાં અમુક ટેકસ આપવો પડશે.તેવું જણાવી તમારી પાસેથી મોટી રકમ પડાવી લેવા લેભાગુ તત્વો તરફથી કીમીયાઓ કરવામાં આવે છે.જેથી ખુબ જ સતર્ક રહેવું.
૮. ઓનલાઇન શોપીંગ અથવા ઝોમેટો કે સ્વીગી માંથી રીફન્ડ મેળવવા અથવા કોઇ પણ વોલેટ કંપની કે અન્ય ટ્રાવેલ્સ-ટ્રાન્સપોર્ટેશનનાં કસ્ટમર કેર નંબર મેળવવા માટે ગુગલ પર સર્ચ કરવા જતાં ફ્રોડ કરનારે પોતે પોતાનાં મોબાઇલ નંબર અપલોડ કરેલ હોય છે.જે નંબર પર કોલ કરવાથી તેઓ તમારી પાસેથી રીફન્ડ આપવાની લાલચ આપી તમારી પાસેથી એકાઉન્ટને લગતી માહિતી મેળવી અથવા એક લીંક મોકલી તેમાં માહિતી ભરવાનું જણાવી તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાનાં બનાવો બને છે.જેથી ગુગલ પર સર્ચ કરી કસ્ટમર કેર પર ફોન કરી રીફન્ડ મેળવવા જતાં ખુબ જ સાવધાની રાખવી. વળી, મોટા ભાગે કસ્ટમર કેર નંબર કોઇ પણ મોબાઇલ નંબર હોતાં નથી.તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
૯. દૈનિક સમાચાર પત્રોમાં નોકરી આપવાની જાહેરાતોમાં તેમજ સસ્તા દરે લોન આપવાની જાહેરાતોમાં ભોળવાઇ જઇ અમુક માણસો તમને લલચાવી-ફોસલાવી છેતરી તમારા ખાતામાંથી રૂપિયા પડાવરાવી લેવાનાં બનાવો બને છે. જેથી ઓનલાઇન નોકરી મેળવવાની જાહેરાતોમાં ન આવી જવા તેમજ કંપનીમાં ખરાઇ કરીને જ આગળ કાર્યવાહી કરવા જાણ કરવામાં આવે છે.
૧૦. ફ્રોડ કરનાર વ્યકિત ફોન કરી તમને ભોળવી તમારી પાસે એની ડેસ્ક, ટીમ વ્યવર, કવીક સપોર્ટ જેવી એપ્લીકેશન તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરાવી તમારો મોબાઇલ જ રીમોટથી પોતે ઉપયોગ કરવા લાગે છે.જેથી તે તમારા મોબાઇલમાંથી કોઇ પણ એપ્લીકેશન પોતે ઉપયોગ કરી શકે છે.જે તમારા મોબાઇલમાં આવતાં મેસેજ, ઓ.ટી.પી. વિગેરે મેળવી ફ્રોડ કરે છે.જેથી આવી બાબતોમાં ખાસ સાવધાની રાખવા સુચના છે.