બોટાદ જીલ્લાના રાણપુર પાસે કરમડના પાટીએ આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરૂકુલમાં શરદ પૂર્ણિમાં નો ભવ્ય મહોત્સવ શરદોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગુરૂકુલના વિદ્યાર્થીઓ દ્વારા મણીયારો રાસ,ગુણાતીતાનંદ સ્વામીના જીવન કવન ઉપર નૃત્ય નાટક,તલવાર રાસ,સંતોના પ્રવચનો તેમજ ભવ્ય સમૂહ રાસોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.આ મહોત્સવ પ્રસંગે સારંગપુરથી કષ્ટભંજનદેવનું સાનિધ્ય લઈ પરમ પુજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી ઉપસ્થિત રહી ગુરૂકુલના વિદ્યાર્થીઓને તથા હરિભક્તો ને આશિર્વાદ પાઠવ્યા હતા.સાથે સાથે ગુરૂકુલના સ્થાપક પરમ પુજ્ય શ્રીજીસ્વરૂપદાસજી સ્વામીએ પણ હરિભક્તોને પોતાની અમૃતવાણીથી રૂડા આશિર્વાદ પાઠવ્યા હતા.આ શરદ પૂર્ણિમાંના મહોત્સવમાં અમદાવાદ, સુરત, વડોદરા સહીત આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહી આ ઉત્સવ માણ્યો હતો.આ ઉત્સવ પરમ ભક્તરાજ અનિલભાઈ વોહરા-વડોદરાના યજમાન પદે ઉજવવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતમાં સમૂહ રાસોત્સવ યોજાયો હતો જેમાં સંતો-હરિભક્તો મનમુકી ને રાસ રમ્યા હતા.તેમજ દુધપૌઆનો મહાપ્રસાદ પણ હરિભક્તો એ લીધો હતો..