બીન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવા મામલે કોંગ્રેસે આવેદન પાઠવ્યું

398

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર બીન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવા મામલે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતાં. અને પરીક્ષા રદ્દ કરવા મામલે સુત્રોચ્ચાર કર્યા હતાં. કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાને મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, જિલ્લા પ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ, શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, પુર્વ પ્રમુખ રાજેશભાઈ જોષી, ભરતભાઈ બુધેલીયા, જયદિપસિંહ ગોહિલ, પારૂલબેન ત્રિવેદી સહિતના આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતાં.

Previous articleભાવનગર મનપા સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રજુ થયેલા ઠરાવો ચર્ચા-વિચારણા બાદ મંજુર
Next articleમહુવા મુસ્લિમ સમાજ અને પોલીસ દ્વારા યુવા માર્ગદર્શન શિબિર યોજાઈ