ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રજુ થયેલ મોટાભાગના ઠરાવ ચર્ચા-વિચારણ બાદ મંજુર કરવામાં આવ્યા હતાં.
સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન યુવરાજસિંહ ગોહિલના અધયક્ષ સ્થાનેમ ળેલી બેઠકમાં સભ્યો દ્વારા શહેરમાં રોગચાળાની સ્થીતિ, રોડ-રસ્તાની ખરાબ હાલત, પાર્કિંગની સમસ્યા, ગેરકાયદેસર દબાણના કારણે નવા રોડ બનાવવાની કામગીરીમાં વિલંબ, કોમ્પલેક્ષમાં પાણી ભરાવાની સમસ્યા અને ગંદકી, ટેમ્પલ બેલ સેવા સંબંધી ફરિયાદો સહિતની બાબતો અંગે સભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
આ બેઠકમાં રજુ થયેલ રપ કરોડ ઉપરાંતના વિકાસકામ, વહિવ્ટી કામને લગતા મોટાભાગના ઠરાવ ચર્ચા-વિચારણા બાદ મંજુર કરવામાં આવ્યા હતાં.