ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર જેની ગુનએ ક્રિકેટને અલવિદા કહ્યું

391

ઈંગ્લેન્ડની ટીમને ત્રણ વખત વિશ્વ વિજેતા બનાવનાર દિગ્ગજ મહિલા ઓલરાઉન્ડર જેની ગુનએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધું છે.

છેલ્લા ઘણા સમયથી ઈજાનો સામનો કરી રહેલી જેની ગુને અંતે ક્રિકેટને બાય-બાય કર્યું છે. મંગળવારે જેની ગુને પોતાના આ મોટા નિર્ણયની જાહેરાત કરી હતી.

મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી જેની ગુન બીજી ઈંગ્લિશ ખેલાડી છે.

જેની ગુનનું આંતરરાષ્ટ્રીય કરિયર આશરે ૧૫ વર્ષનું રહ્યું છે, જેમાં તેણે ૨૫૯ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. દિગ્ગજ ઓલરાઉન્ડર જેની ગુનના ક્રિકેટ કરિયર સાથે જોડાયેલી ખાસ વાત છે કે તેના ટીમમાં રહેતા ઈંગ્લેન્ડ મહિલા ટીમ ત્રણ વખત વિશ્વ વિજેતા બની છે.

વર્ષ ૨૦૦૯મા ઈંગ્લેન્ડ મહિલા ટીમે વનડે મહિલા વિશ્વ કપ જીત્યો હતો. તે વર્ષે ટીમના ખાતામાં ટી૨૦ વિશ્વકપ પણ ગયો હતો. તો વર્ષ ૨૦૧૭મા એકવાર ફરી ઈંગ્લેન્ડની ટીમ વિશ્વ કપ વિજેતા બની હતી. આ દરમિયાન પણ જેની ગુન ટીમની સભ્ય હતી. એટલું જ નહીં, જેની ગુન પાંચ વખત એશિઝ સિરીઝની વિજયી ટીમ ઈંગ્લેન્ડની સભ્ય રહી છે.

Previous articleબોલિવુડમાં ફિટ છે કે કેમ તેને લઇને ચિંતા કરતી નથી : કલ્કી
Next articleઅફઘાનિસ્તાન વિરુદ્ધ વિન્ડીઝની ટેસ્ટ,ODI, T૨૦ ટીમની જાહેરાત, ગેલ અને રસેલ બહાર