ફોનથી પીપીએફ સહિતની અન્ય યોજના ઓપરેટ થશે

558

પોસ્ટ ઓફિસમાં પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (પીપીએફ) ખાતાઓ ખોલાવનાર અને અન્ય બચત યોજાનાઓમાં જંગી રોકાણ કરનાર લોકો માટે સારા સમાચાર છે. ટુંક સમયમાં જ તેમને ઘેર બેઠા બેઠા પોસ્ટ ઓફિસ ખાતાના બેલેન્સ ચેક કરવા માટેની સુવિધા મળનાર છે. આ ઉપરાંત તેઓ ઘેર બેઠા બેઠા જ બચત ખાતાઓમાંથી ફંડ પીપીએફ ખાતામાં ટ્રાન્સફર પણ કરી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ (ડીઓપી) પોસ્ટ ઓફિસ બચત ખાતાના ધારકો માટે મોબાઇલ બેકિંગ સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટેની તૈયારીમાં છે. આના માટે પોસ્ટ ઓફિસ મોબાઇલ બેકિંગ એપ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક સેવિગ્સ એકાઉન્ટ માટે મોબાઇલ બેકિંગ સુવિધા પહેલા જ ઉપલબ્ધ છે. હવે આ પોસ્ટ ઓફિસ સેવિગ્સ એકાઉન્ટ  માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. સ્માર્ટ ફોનથી પીપીએફ સહિત અન્ય યોજનાઓ ઓપરેટ થઇ શકે છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે સામાન્ય લોકોને આના કારણે ખુબ મોટી રાહત થનાર છે. સ્માર્ટ ફોનથી પીપીએફ સહિતની અન્ય બચત યોજનાઓ ઓપરેટ થઇ ગયા બાદ ઘેર બેઠા તમામ માહિતી મળી શકશે. પોસ્ટ ઓફિસ દ્વારા મોબાઇલ એઅપ લાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. કિસાન વિકાસ પત્રથી લઇને આરડી ખાતામાં ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરી શકાશે.પોસ્ટ ઓફિસ સેવિગ્સ એકાઉન્ટ માટે મોબાઇલ બેકિંગ એક્સેસ કરવા માટે સૌથી પહેલા ખાતા ધારકોને પોસ્ટ ઓફિસ સેવિગ્સ બેંક એકાઉન્ટ ઇન્ટરનેટ અને મોબાઇલ બેકિંગ એપ્લીકેશન ફોર્મ ભરવાની જરૂર રહેશે. જો કોઇ એકાઉન્ટ હોલ્ડરને પહેલાથી જ કેવાયસી પૂર્ણ કરીને રાખી છે. તો તેને ફરીથી આ ફોર્મને સબમિટ કરીને નવા કેવાયસી કરવાની ફરજ પડશે. પોસ્ટ ઓફિસ બચત ખાતા માટે મોબાઇલ બેકિંગ સર્વિસ મારફતે બેલેન્સ, એનએસસી, રિકરિંગ ડિપોઝિટ (આરડી) અને લોન જેવી માહિતી આપવામાં આવી શકે છે. સાથે સાથે બચત ખાતા અને પીપીએફ માટે ટ્રાન્જેક્શન સહિત મિનિ સ્ટેટમેન્ટ જોઇ શકાશે. એક પોસ્ટ ઓફિસ સેવિગ્સ એકાઉન્ટમાંથી ફંડને બીજા પોસ્ટ ઓફિસ બચત ખાતામાં ટ્રાન્સફર કરી શકાશે. સેવિગ્સ એકાઉન્ટ સાથે આરડી અથવા તો પીપીએફ ખાતામાં ફંડ ટ્રાન્ફર કરવામાં આવી શકાશે. બીજી બાજુ મોબાઇલ બેકિંગથી પોસ્ટ ઓફિસ્માં નવી આરડી ખોલાવવાની બાબત તેમજ ટાઇમ ડિપોઝિટમાં પૈસા જમા કરવાની બાબત પણ સરળ થઇ જશે. પ્રાપ્ત માહિતી મુજબ ડીઓપી ટુંક સમયમાં જ મોબાઇલ બેકિંગ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને શરૂ કરી દેશે. સાથે સાથે તેના એક્ટિવેશન માટેની તારીખ પણ જાહેર કરી દેશે. આ સુવિધાની એન્ટ્રીથી નાની બચત યોજનાઓ જેમ કે કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ  જેવી યોજનાને સંચાલન કરવાની બાબત સરળ બની જશે. બીજી બાજુ એમ પણ જાણવા મળ્યુ છે કે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓને એનપીએસમાં રોકાણ કરવાની તક હવે મળનાર છે.

Previous articleવિજય હજારે ટ્રોફી : મુંબઈના ૧૭ વર્ષીય બેટ્‌સમેન યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી
Next article૧૬ કંપનીઓમાં કારોબારને રોકવા માટે કરાયેલ જાહેરાત